મૃતદેહને લપેટીને આખી રાત રડતો રહ્યો નાનો ભાઇ, સવારે બંને ભાઇઓનો સાથે થયો અંતિમ સંસ્કાર

યુપીના બુંદેલખંડમાં બે ભાઇઓના અમર પ્રેમનો એક દિલને સ્પર્શી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ભાઇનુ કોરોનાને કારણે મોત થઇ ગયુ અને મોત બાદ જયારે મૃતદેહ ઘરે આવ્યો ત્યારે બીજો ભાઇ તેને લપેટીને રડતો રહ્યો અને બાદમાં તેની પણ મોત થઇ ગઇ. તે બાદ બંને ભાઇઓની સાથે અર્થી ઉઠી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

હમીરપુર જિલ્લાના મુસ્કરા પોલિસ સ્ટેશન ક્ષેત્રના ગામ ખડેહી લોધન નિવાસી રિટાયર્ડ શિક્ષક રામગોપાલ વર્માની છેલ્લા 4 દિવસ પહેલા ઉધરસ અને તાવની ફરિયાદ હતી. જેની સારવાર માટે તેઓના પરિવારજન રાઠની કોઇ હોસ્પિટલમાં લઇ ગયા, જયાં તેમની હાલત નાજુક હોવાને કારણે તેમને ઝાંસી લઇ જવાની વાત કરી અને સારવાર માટે ત્યાં કોઇ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

જો કે, તેમની તે બાદ મોત થઇ ગઇ અને મોત બાદ મોડી રાત્રે તેમના મૃતદેહના ગામ આવવાની જાણકારી તેમના નાના ભાઇ નૃપત વર્માને થઇ. તેઓ મોટા ભાઇની મોતનું દુ:ખ સહન ના કરી શક્યા અને મોટા ભાઇના મૃતદેહને લપટીને એટલું રોયા કે સવારે લગભગ 6 વાગ્યાના સુમારે તેમની પણ મોત થઇ ગઇ.

બંને ભાઇઓની અર્થી સાથે ઉઠી અને તેમનો અંતિમ સંસ્કાર પણ જોડે થયો. એક સાથે બં ભાઇઓની મોતથી પરિવાર પર દુ:ખોનો પહાડ તૂટી ગયો છે. તેમજ શોકની લાગણી છવાઇ ગઇ છે.

Shah Jina