યુવક યુવતીના પાડોશીએ બંનેનો ગંદો વીડિયો ઉતારી લીધો પછી કરી શરમજનક માંગી તો યુવતીએ વિચિત્ર પગલું ભર્યું

સુસાઇડ નોટમાં એવું આઝ ખુલ્યું કે પોલીસ પણ હચમચી ઉઠી

આજે ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને મૃત્યુને સમય કરતા વહેલા જ વહાલું કરી લેતા હોય છે. જેની ઘણી ઘટનાઓ રોજ બરોજ સોશિયલ મીડિયામાં સામે આવતી રહે છે. હાલ એવી જ ઘટના સોશિયલ મીડિયામાં ચકચાર મચાવી રહી છે. જેમાં એક 20 વર્ષીય યુવતીએ પાડોશી યુવકથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

ઉત્તર પ્રદેશના ઔરંગપુર ભિક્કુની રહેવા વાળી 20 વર્ષીય યુવતીએ 24 જુલાઈના રોજ ફાંસી લગાવીને આપઘાત આપઘાત કરી લીધો હતો. પરિવારજનોએ પોલીસને જણાવ્યા વિના જ તેનો અંતિમ સંસ્કાર કરી દીધો હતો.  પરંતુ બુધવારના રોજ દીકરીનો પલંગ સાફ કરતા વખતે તેમને એક સુસાઇડ નોટ હાથમાં આવી. જેને વાંચી પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

યુવતીએ આપઘાત કર્યા પહેલા લખેલી સુસાઇડ નોટની અંદર પાડોશી યુવક જીત સિંહ વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા હતા. સુસાઇડ નોટમાં જણાવ્યા પ્રમાણે પાડોશી યુવકે યુવતીના અશ્લીલ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા.  જીત સિંહ તેને સતત ધમકાવી રહ્યો હતો અને બ્લેકમેલ પણ કરી રહ્યો હતો.

યુવતીએ સુસાઇડ નોટમાં લખ્યું કે તે જીત સિંહથી કંટાળીને આપઘાત કરી રહી છે. સાથે જ તેને એમ પણ લખ્યું કે તેના મર્યા બાદ જીત સિંહને સજા અપાવવાની પણ માંગણી પણ કરી હતી. સાથે જ એમ પણ કહ્યું છે કે મને માફ કરી દેજો હું આ દુનિયામાંથી જઈ રહી છું.

યુવતીની આ સુસાઇડ નોટ વાંચવાની સાથે જ કેટલાય લોકો અને પરિવારજનોએ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન ઘણી મહિલાઓ પણ સાથે હતી. પરિવારજનોએ આરોપીની જલ્દી જ ધરપકડ કરવાની માંગણી કરી હતી. પોલીસે પણ જીત સિંહ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરીને તેની તપાસ શરૂ કરી છે.

Niraj Patel