શું તમને ખબર છે જયારે સ્ત્રીના શરીરમાંથી નીકળી જાય છે ગર્ભાશય, મહિલાઓ અને પરણિત પુરુષોએ જરૂર વાંચવું

0

મોટાભાગે મહિલાઓમાં અમુક ઉંમર થાતા યુટ્રસ(ગર્ભાશય)ની સમસ્યા થાતી હોય છે. જો કે ગર્ભાશયને કાઢવું ત્યારે જ જરૂરી બને છે જયારે દર્દીને કેન્સર કે અન્ય પ્રાણઘાતક સમસ્યાઓના પુરાવા મળે.કેમ કે ગર્ભાશયને કાઢી નાખ્યા પછી હોર્મોનના અસંતુલન સાથે જોડાયેલી ઘણી સાસમ્યાઓ શરૂ થઇ જાય છે.આ સિવાય ઘણી મહિલાઓ ડિપ્રેશનનો પણ શિકાર બની જાય છે.જો કે ગર્ભશયને કાઢી નાખવું છેલ્લો વિકલ્પ નથી,તેની પહેલા દર્દી પર અન્ય ઉપાયો પણ કરી શકાય છે.

Image Source

મહારાષ્ટ્રના એક જિલ્લા માં ચાર હજારથી પણ વધારે મહિલાઓ ગર્ભાશય કઢાવી ચુકી છે, અને તે પણ માત્ર 25 થી 30 વર્ષની ઉંમરમાં.નેશનલ હેલ્થ સર્વેના અનુસાર જ્યાં આખા દેશમાં ગર્ભાશયના ઓપરેશનનો દર 3 ટકા છે, જ્યારે આ એકલા જિલ્લામાં તે 36 ટકા છે.એવામાં જાણો ગર્ભાશયને કાઢી નાખવા પર તેની શરીર પર શું અસર થાય છે. જણાવી દઈએ કે યુટ્રસ રિમૂવલને મેડિકલ ભાષામાં હિસ્ટરેક્ટોમી (hysterectomy) કહેવામાં આવે છે.

Image Source

સૌથી પહેલા તો તમને એ જણાવી દઈએ કે મહિલાઓમાં યુટ્રસ તે રચના છે જ્યા ગર્ભાવસ્થાના દરમિયાન બાળકની રચના થાય છે અને તેને પોષણ મળે છે, તે બ્લેડર અને પેલ્વિક એરિયાના હાડકાને પણ સપોર્ટ કરે છે.જો કે અમુક કારણોને લીધે તેને હટાવવું એટલે કે વજાઇનલ હિસ્ટરેક્ટોમી જરૂરી બની જાય છે આવો તો જાણીએ તેના વિશે.

Image Source

જો કે વિશેષજ્ઞોના અનુસાર કોઈ બીમારીનું પ્રમાણ હોવું જરૂરી છે જે દર્દી માટે જાનલેવા હોય ત્યારે જ મહિલાનું ગર્ભાશય કાઢવાની અનુશંકા કરી શકાય છે.અનેક જાંચ કર્યા પછી એ પાકું થાય છે કે યુટ્રસને કાઢવું પડશે કે પછી માત્ર દવાઓ દ્વારા સ્થિતિને કાબુમાં મેળવી શકાય તેમ છે.જો કે માત્ર દવાથી પણ બીમારીઓને ઠીક કરી શકાય તો ગર્ભાશયને કાઢવાની જરૂર નથી પડતી.

એન્ડોમેટ્રિઓસિસ:ગર્ભાશયની આસપાસની લાઇનિંગ વધારે ફેલાઈ જાવા પર તે ઓવરી,ફેલોપિયન ટ્યુબ અને બીજા અંગો પર પણ અસર કરી શકે છે.આ તકલીફમાં આવેલા દર્દીને રોબોટિકે હિસ્ટરેક્ટોમી કરવામાં આવે છે અને ગર્ભાશયને કાઢવામાં આવે છે.કેન્સર-ગર્ભાશય,સર્વિક્સ,ઓવરીનું કેન્સર થાવા પર કે પછી એવી ગાંઠો થાવા પર જે આગળ જાતા કેન્સરમાં ફેરવાઈ શકે છે, તેના માટે હિસ્ટરેક્ટોમી જરૂરી બની જાય છે.

યુટેરાઈન બ્લીડીંગ:માસિક ધર્મના દરમિયાન ઘણી મહિલાઓને ખુબ બ્લીડીંગ થાતું હોય છે જે દવાઓથી પણ કાબુમાં નથી આવતું,એવામાં એનીમિયા અને બીજી તકલીફોનો ખતરો પણ વધી શકે છે. આવી સ્થિતિમાં હિસ્ટરેક્ટોમી એક વિકલ્પ છે જો કે તે છેલ્લો વિકલ્પ પણ નથી.

Image Source

ફાઈબ્રોઈડ:આ સ્થિતિમાં ગર્ભાશયની આસપાસ ગાંઠો થઇ જાય છે. જેને લીધે માસિક ધર્મના દરમિયાન ખુબ રક્તસ્ત્રાવ અને દર્દ થાય છે.જેનાથી બ્લેડર પર પણ દબાવ રહે છે અને વારંવાર ટોઈલેટ જાવું પડે છે.એવામાં જો ફાઈબ્રોઈડ આકારમાં મોટા હોય તો સર્જરી જરૂરી બને છે.

Image Source

યુટ્રસ રીમુવલના સાઈડ ઇફેક્ટ:
શોર્ટ ટર્મ ઇફેક્ટમાં સર્જરી વાળા ભાગમાં દર્દ,સોજો,બળતરાના સિવાય પગ થીજી જાવા,એન્સ્થેશિયાને લીધે શ્વાસ લેવામાં તકલીફ થાવા લાગે છે. હિસ્ટરેક્ટોમી કરાવી ચુકેલી મહિલામાં મોનોપૉઝ(માસિક ધર્મની પ્રક્રિયાનો અંત)નાની ઉંમરમાં જ આવી જાય છે.એટલે કે પ્રિ-મોનોપોઝના લક્ષણો પહેલા જ સહન કરવાના રહે છે.જેમ કે ચેહરો અને તળિયા ગરમ થાવા અને લાલ થઇ જાવા,ખુબ પરસેવો આવવો,પૂરતી ઊંઘ ન આવવી અને વજાઇના(યૌનિમાર્ગ)ની ડ્રાઈનેસ.

Image Source

તેના સિવાય તેની લાંબા ગાળાની પણ અસરો છે જેમાં મનોવૈજ્ઞાનિક બદલાવ પણ છે. જેમાં હિસ્ટરેક્ટોમી પછી મહિલા ક્યારેય પણ માં બની શક્તિ નથી.ગર્ભાશય હટાવ્યા પછી organ prolapse પણ થઈ શકે છે.

વર્ષ 2014 માં અમેરિકામાં થયેલી એક સ્ટડીના અનુસાર હિસ્ટરેક્ટોમી પછી લગભગ 12 ટકા મહિલાઓને પેલ્વિક ઓર્ગન સર્જરીની પણ જરૂર પડે છે.સર્જરી પછી શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર નીચે આવી જાય છે, જેને લીધે મૂડમાં પણ બદલાવ આવી શકે છે.હોર્મોનનું સ્તર નીચે આવી જાવાને લીધે હૃદયની બીમારીનો ખતરો પણ વધી શકે છે,માસિક અને પ્રેગ્નેન્સીને લીધે મોટાભાગે મહિલાઓના શરીરમાં કેલ્શિયમનું સ્તર ઓછું રહે છે,એવામાં ગર્ભાશયને હટાવ્યા પછી એસ્ટ્રોજનની ખામીને લીધે હાંડકા વધારે કમજોર બની જાય છે.

Image Source

આ સિવાય મહિલામાં હોર્મોનના બદલાવને લીધે ડિપ્રેશનનો ખતરો પણ આવી જાય છે અને તણાવની સ્થિતિ સર્જાય છે.તણાવની સ્થિતિ અનેક બીમારીઓને નોતરે છે જો કે તમામ પ્રયાસો કર્યા પછી પણ બધું બેઅસર સાબિત થાય તો આવી બાબતમાં દર્દીને બચાવવામાં માટે ગર્ભાશયને કાઢવું સ્વાભાવિક બાબત છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here