ખબર

ઉત્તરાયણને લઈને નાયબ મુખ્યમંત્રીની મોટી જાહેરાત, માત્ર આટલા લોકોને જ ધાબા ઉપર રહેવાની મંજૂરી મળશે

દિવાળી બાદ હવે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે, ઘણા લોકો આ તહેવારની કાગડોળે રાહ જોતા હોય છે, પરંતુ કોરોનાના કારણે તહેવારોની મજા ફિક્કી પડી ગઈ છે. એક તરફ કોરોનાના વધતા કેસ અને બીજી તરફ તહેવારોમાં લોકોનું ભેગા થવું સરકાર માટે પણ ઘણું મુશ્કેલી ભર્યું છે. ત્યારે આ દરમિયાન જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ઉત્તરાયણને લઈને જાહેરાત કરવામાં આવી છે.

Image Source

નીતિન પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ વખતે રિવરફ્રન્ટ સહીત અનેક જાહેર સ્થળોએ થતા પતંગોત્સવ રદ કરવાનો નિર્ણય કર્યો છે, તેમજ ધાબા ઉપર પણ અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય મર્યાદિત સંખ્યામાં લોકોને એકઠા થવા માટે સૂચન આપ્યું છે.

Image Source

નીતિન પટેલે જણાવ્યું હતું કે, “લોકો પોતાના ઘરોમાં ટેરેસ પરથી કે ઘરોમાંથી કે પોળોમાંથી પતંગ ઉડાવી શકે છે. જોકે, કેટલા લોકો એકઠા થઈ શકે અને કેવી રીતે ઊજવણી થઈ શકે. વધુ લોકો એકઠાં ન થાય અને સંક્રમણ ન ફેલાય તે પ્રકારેની પરવાનગી આપવામાં આવશે. એક ધાબા પર આખી સોસાયટીના 50 લોકો એકઠા થઈ જાય અને પતંગ ઉડાવે એવી ઊજવણીની મંજૂરી આપવામાં આવશે નહીં”

Image Source

ઉત્તરાયણને લઈને સરકાર દ્વારા થોડા સમયમાં જ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી શકે છે. ત્યારે નીતિન પટેલના જણાવ્યા અનુસાર એક જ ઘરના લોકો એક જ ધાબે ભેગા થઇ અને પતંગ ચગાવી શકે છે, પરંતુ આખી સોસાયટીના લોકો એક જ ધાબે ભેગા થઇ પતંગ ચગાવી શકશે નહિ.