Vastu Tips : દોડતા ઘોડાની તસવીર લગાવવાથી થશે આટલો ફાયદો, વાંચો સંપૂર્ણ વિગત

જો તમે કોઇ તસવીર અથવા તો કોઇ પેઇન્ટિંગ તમારા ઘર અથવા ઓફિસે લગાવો છો તો તેનો શું મતલબ છે તે જાણવું ખૂબ જરૂરી છે. હવે તમે એમ કહેશો કે કોઇ તસવીર લગાવા પર વિચારવાની શું જરૂરત છે ? તો તમને જણાવીએ કે કોઇ પણ તસવીર તેની સાથે કંઇ ના કંઇ લઇને આવે છે. કોઇ વખત એવું થાય છે કે, તમે વિચાર્યા વગર કોઇ તસવીર બજારમાંથી ખરીદીને લાવો છો અને તેને ઘરે અથવા ઓફિસે દિવાલ પર લગાવો છો. વાસ્તુ અનુસાર આવું કરવું એ હાનિકારક પણ હોઇ શકે છે.

Image Source

જો તમે મહેનતી છો તો તમને સફળતા અવશ્ય મળશે, પરંતુ કોઇ વખત મહેનત કરવા થતા નકારાત્મક શક્તિ અને ભાવ તમને સફળ થવા દેતી નથી. આ દરમિયાન મન પરેશાન થઇ જાય છે. કોઇ વાર તો પોતાના પરથી વિશ્વાસ ઉઠી જાય છે. વાસ્તુશાસ્ત્રમાં આ વાતનો ઉપાય છે. વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા ઉપાય છે જેનાથી તમે નકારાત્મક શક્તિઓને દૂર રાખી શકો છો.

Image Source

જો તમે વાસ્તુ અનુસાર તમારા ઘરે અથવા ઓફિસે દોડતા ઘોડાની તસવીર લગાવો છો તે તમારા કાર્યમાં ગતિ પ્રદાન કરે છે. દોડતા ઘોડા સફળતા, પ્રગતિ અને તાકાતના પ્રતિક હોય છે. ખાસ કરીને 7 દોડતા ઘોડા વ્યવસાયની પ્રગતિના સૂચક માનવામાં આવે છે, કારણ કે શાસ્ત્રો અનુસાર 7 અંક સાર્વભૌમિક અને પ્રાકૃતિક છે. આ તસવીરને વાસ્તુના હિસાબથી સાચી દિશામાં લગાડવી જોઇએ જેનાથી સારું ફળ મળે છે.

Image Source

વાસ્તુ અનુસાર તસવીર એટલે કે દોડતા ઘોડાનો ફોટો દક્ષિણ દિશામાં એ રીતે લગાવવો જોઇએ કે, ઘરે અથવા ઓફિસે ઘોડાના મોં અંદર આવતા દેખાય.

જો તમે કર્જ, ઉધારીથી પરેશાન છો તો ઘર અથવા ઓફિસમાં પશ્ચિમ દિશામાં આર્ટુફિશિયલ ઘોડાના જોડા રાખો. એ વાતનું જરૂરથી ધ્યાન રાખો કે, જયા પણ તમે તસવીર લગાવો છો તેમાં ઘોડા એક જ દિશામાં દોડતા હોવા જોઇએ.

Image Source

આ તસવીર ઘરમાં સુખ-સમૃદ્ધિની સાથે પૈસાને પણ એના તરફ ખેચે છે. જે લોકોના ઘરમાં નાની-નાની વાત પર ઝઘડા થાય છે તેમણે પોતાના ઘરમાં આ તસવીર હંમેશા રાખવી જોઇએ.

Shah Jina