નિરાધાર બનેલા 4 બાળકોના આધાર બન્યા IPS ઉષા રાડા, બાળકો માટે એટલું મોટું કામ કર્યું કે ગર્વથી માથું ઉંચુ થઇ જશે

IPS ઉષા રાડાએ માતાની હત્યા પછી નિરાધાર બનેલા 4 બાળકો માટે જે કર્યું એ જાણીને સલામ ઠોકશે…ખરેખર મહાન કાર્ય કર્યું

જયારે કોઇ છોકરી પત્રકારત્વ અને પોલિસ આ બે ક્ષેત્રમાંથી કોઇ ક્ષેત્રની પસંદીગી કરે છે તો તેને મોટો પડકાર માનવામાં આવે છે. ત્યારે છોકરીઓ પણ આ ચેલેન્જ સ્વીકારી રહી છે અને તેમનું અને પરિવારનું નામ રોશન કરી રહી છે. પહેલા પત્રકાર અને પછી ગુજરાત પોલીસમાં ઉચ્ચ અધિકારી તરીકે નિમણુંક થતાની સાથે જ અમદાવાદ સિરીયલ બોમ્બ બ્લાસ્ટ જેવી મોટી ઘટનામાં તપાસમાં મહત્વની કામગીરી કરનાર મહિલા IPS અધિકારી ઉષા રાડા ઘણીવાર ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હાલ તેમના એક કામના લીધે તેઓ ફરી એકવાર ચર્ચામાં આવે છે.

માતાની હત્યા થયા બાદ જે બાળકો નિરાધાર બન્યા હતા તેમના વહારે સુરત પોલિસ આવી છે. ગયા મહિને એક ઘટનામાં 4 બાળકોએ તેમની માતા ગુમાવી હતી અને તે બાળકોની જવાબદારી સુરતના ઉષા રાડાએ ઉપાડવાનો નિર્ણય કર્યો છે. સુરત જિલ્લા પોલિસ વડા ઉષા રાડા 4 બાળકોના આધાર બન્યા છે. તે ચારેય બાળકો પગભર થાય ત્યાં સુધી જમવા અને રહેવાની તેમજ અભ્યાસની વાત્સલ્ય ધામ ખાતે વ્યવસ્થા કરી છે.

પલસાણાના વરેલી ખાતે 28 જાન્યુઆરીના રોજ સગા ભત્રીજાએ સાફ સફાઇ જેવા ઘર કંકાશના ઝઘડામાં 41 વર્ષિય કાકીની હત્યા કરી દીધી હતી. તેમની હત્યા બાદ તેમના ચાર બાળકો નિરાધાર થઇ ગયા હતા. તે બાદ ઉષા રાડાએ પરિવારની આકસ્મિક મુલાકાત લીધી હતી અને આ દરમિયાન બાળકોની દાદીએ તેમની સામે ચિંતા વ્યક્ત કરી હતી જે બાદ જિલ્લા પોલિસ વડાએ નિરાધાર બનેલા બાળકોની ચિંતા કરી કામરેજ ખાતે જે સામાજિક સંસ્થા કાર્યરત છે તે વાત્સલ્ય ધામને આ બાબતે વાકેફ કરાયા.

આ બાબતે ઉષા રાડાએ અંગત રસ દાખવ્યો હતો અને તેઓ નિરાધાર બાળકોની વહારે આવ્યા હતા. ઉષા રાડાની આ સરાહનીય પહેલ છે. ઉષા રાડાની વાત કરીએ તો, તેમની ગુજરાત પોલિસમાં મહિલા અધિકારી તરીકેની અલગ જ છબી છે. તેઓ હાલ સુરત ગ્રામ્ય પોલિસ અધિક્ષક તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.

ત્યારે 45 વર્ષમાં પહેલી વાર સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક તરીકે મહિલા IPS અધિકારી ઉષા રાડા દેસાઈની નિમણુંક કરવામાં આવી છે. ઉષા રાડાએ ઘણા અત્યાચારો અને કુટણખાનામાંથી અનેક મહિલાઓને છોડાવી છે. મૂળ જામનગર જિલ્લાના જામજોધપુર ખાતેના માલધારી સમાજમાંથી ઉષા રાડા આવે છે.

Shah Jina