‘આદિપુરુષ’ના એક વાયરલ સીનમાં વિભીષણની પત્નીને કપડા બદલતા બતાવવામાં આવી, પબ્લિક ભડકી
Adipurush controversy : ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી ફિલ્મ આદિપુરુષને લઇને વિવાદ વધતો જ જઇ રહ્યો છે. ફિલ્મના ડાયલોગ્સ અને VFXને લઇને જબરદસ્ત ટ્રોલિંગ થઇ રહી છે અને હવે ટ્વિટર પર #BanAdipurush પણ ટ્રેડ કરવા લાગ્યુ છે. લોકો ફિલ્મને બેન કરવાની માંગ કરી રહ્યા છે. ફિલ્મના વિવાદિત સીન્સને શેર કરતા લોકો પોતાના તર્ક આપી રહ્યા છે. પહેલા દર્શકોને ફિલ્મના ડાયલોગ્સ અને VFX તેમજ એક્ટર્સના લુકથી સમસ્યા હતી,
હવે પ્રભાસ-ક્રિતી સેનન સ્ટારર આ ફિલ્મ પર અશ્લીલતાના આરોપ લાગી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલીક તસવીર વાયરલ થઇ રહી છે, જેમાં વિભીષણની પત્ની કપડા બદલતી જોવા મળે છે. પીએમઓને ટેગ કરતાં એક યુઝરે ટ્વિટર પર લખ્યું, “હું વડાપ્રધાનને ફિલ્મ ‘આદિપુરુષ’ પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરું છું.” બીજા એક યુઝરે લખ્યું, “આ અમારી સંસ્કૃતિ નથી.
તે દેશને એક અલગ સંસ્કૃતિ શીખવી રહ્યું છે.” એક યુઝરે ફિલ્મનો સીન શેર કર્યો જેમાં વિભીષણની પત્ની કપડા બદલી રહી છે. આ સીન શેર કરતા યુઝરે લખ્યું, “બેશરમી તેની ચરમસીમા પર છે. આ આદિપુરુષનું સીન છે. આ છોકરી વિભીષણની પત્નીનો રોલ કરી રહી છે. થિયેટરોમાં હનુમાનજીના આવા દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે ‘આદિપુરુષ’ના પ્રમોશન દરમિયાન મેકર્સે ફિલ્મની દરેક સ્ક્રીનિંગ દરમિયાન હનુમાનજી માટે એક સીટ અનામત રાખવાની જાહેરાત કરી હતી.
એક યુઝરે યોગી આદિત્યનાથને ટ્વિટર પર ટેગ કરીને ઉત્તર પ્રદેશમાં ફિલ્મ પર પ્રતિબંધની માંગણી કરી. તેણે વિભીષણની પત્નીના કપડા બદલતો સીન શેર કરી લખ્યું, “શું હનુમાનજી થિયેટરમાં બેસીને આવા દ્રશ્યો જોતા હશે ? શરમ કરો.” એક યુઝરે તે સીન શેર કર્યો છે જેમાં રાવણ તેના વિશાળ ચામાચીડિયાને માંસ ખવડાવી રહ્યો છે. આ સીનને શેર કરતા યુઝરે લખ્યું કે રાવણ બ્રાહ્મણ હતો.
આવા સીન મેકર્સ કેવી રીતે બતાવી શકે. ફિલ્મમાં રાવણના ભાઈ વિભીષણની પત્નીનું પાત્ર અભિનેત્રી તૃપ્તિ તોરડમલએ નિભાવ્યુ છે, તે ફિલ્મી પૃષ્ઠભૂમિની છે અને તે પોતે મરાઠી ફિલ્મોમાં જોવા મળી છે. તેના પિતા મરાઠી સિનેમાના જાણીતા અભિનેતા રહી ચૂક્યા છે અને ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા છે.