હેલ્થ

શું તમે પણ ઝડપથી વજન ઓછો કરવા માંગો છો? તો આજથી જ શરૂ કરો ઉપયોગ આ તેલનો

હેલ્થી ડાઈટ અને એક્સરસાઇઝ કરવી એ જ ફક્ત શરીરમાંથી ચરબી ઘટાડવાની એક રીત છે એવું નથી. આપણે વજન ઉતારવા દરરોજ કેટલા ઘરેલુ ઉપાય કરીએ છીએ.અરોમાથેરેપી તેમાંથી બેસ્ટ છે. પણ આપણે ખાણીપીણીમાં એવા તેલનો ઉપયોગ કરીએ છીએ કે આપણો વજન ઓછો થતો જ નથી. પણ ઘણા એસેન્શીયલ ઓયલ(Essential Oil for Weight Loss)  વજન ઉતારવા માટે ફાયદાકારક સાબિત થાય છે.

image source

જો તમને એસેન્શીયલ ઑયલથી કોઈ તકલીફ નથી તો તેને એક વખત ટ્રાય કરવામાં કાંઈ ખોટું નથી. એનો પ્રયોગ તમારી માટે થોડો અલગ અને ઘણો અસરકારક સાબિત થશે. શરીરની ચરબી ઉતારવા માટે સૌથી વધુ અસરકારક ઉપાય ડાઈટ ફૂડ છે પણ જેમનો વજન ડાઈટ ફૂડથી ઓછો નથી થતો તેમને એસેન્શીયલ ઓયલ જરૂરથી અસર કરે છે.

image source

વિજ્ઞાન અનુસાર એસેન્શીયલ ઓયલ માણસમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. જે વજન ઉતારવાની પ્રક્રિયાને સહેલી અને ઝડપી બનાવે છે. જો દરેક ઉપાય કર્યા બાદ તમારું વજન ઓછું નથી થતું તો તમે એસેન્શીયલ ઓયલ તમારા ડાઈટમાં ઉમેરો. આજે અમે તમને થોડા એવા જ એસેન્શીયલ ઓયલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારું વજન ઓછું કરવા માટે ઘણું લાભદાયી સાબિત થશે.

image source

એ પહેલા અમે તમને જણાવી દઈએ કે શું હોય છે એસેન્શીયલ ઓયલ.
એસેન્શીયલ ઓયલ કોઈ ફૂલ કે મસાલાના એક્ટ્રેક્ટથી બનેલ હોય છે. માથાના દુખાવા, માઈગ્રેન, તણાવ અને ડિપ્રેશનથી છુટકારો મેળવવા તમે આ ઓયલ વિશે સાંભળ્યું હશે પણ આ ઓયલ વજન ઓછું કરવામાં પણ ખુબ ઉપયોગી સાબિત થયું છે. મહત્વની વાત એ છે કે આ ઓયલના થોડા ટીપા જ ઘણું કામ કરી શકે છે. તો ચાલો આજે અમે તમને થોડા એવા જ ઓયલ વિશે જણાવીએ.

image source

લેમન એસેન્શીયલ ઓયલ
લેમન એસેન્શીયલ ઓયલ એટલે કે લીંબુના અર્કથી બનતું તેલ. ડાઈટ એક્સપર્ટની માનો તો લેમન એસેન્શીયલ ઓયલ વજન ઉતારવા માટે ખુબ જ અસરકાર છે. આ ઓયલ શરીરના ટોક્સિન બિલ્ડઅપને હટાવવામાં ખુબ જ મદદ કરે છે જેનાથી શરીરની ઉર્જાનું સ્તર ખુબ જ વધી જાય છે. આ તેલના ઉપયોગથી મેટાબોલિક રેટ વધી જાય છે અને સાથે જ પાચન ક્ષમતામાં પણ વધારો થાય છે.

image source

પેપરમિન્ટ એસેન્શીયલ અને જીંજર ઓયલ
પેપરમિન્ટ ઓયલ શરીરમાં ઉર્જાનો વધારો કરે છે સાથે જ તમારા ગળાની માંશપેશીઓને પણ સ્વસ્થ રાખે છે. મહત્વની વાત એ છે કે આ ઓયલ ખાદ્યપદાર્થો પ્રતિ તમારી લાલસાને ઓછી કરે છે. સાથે જ પાચન ક્રિયાને પણ સારું બનાવે છે. નાહવાના પાણીમાં આ ઓઈલના બે-ત્રણ ટીપા નાખીને તમે તેને યુઝ કરી શકો છો. અથવાતો હાથમાં થોડા ટીપા નાખી તમે તેની સુગંધ લઇ શકો છો.

image source

લેવેંડર એસેન્શીયલ ઓયલ
લેવેન્ડર એસેન્શીયલ ઓયલ તણાવને આપણાથી ખુબ સારી રીતે દૂર રાખે છે. એનું ફક્ત એક ટીપું જ તમને આરામની નીંદર અપાવવા માટે ઘણું છે. આ તેલ વજન ઉતારવામાં પણ આટલું જ ઉપયોગી છે. તમારા હાથમાં આ તેલના 4-5 ટીપા નાખી દો અને સુગંધ લેતા રહો. આ તેલની જેટલી સુગંધ તમે લેશો એટલી તમારી કેલેરી બર્ન થશે.

image source

ગ્રેપફ્રૂટ એસેન્શીયલ ઓયલ
ગ્રેપફ્રૂટ તેલ શરીરમાં મેટાબોલિઝ્મ વધારમાં મદદ કરે છે. એક સ્ટડી દરમિયાન સામે આવ્યું હતું કે ગ્રેપફ્રૂટ એસેન્શીયલ ઓયલથી તમારા પેટમાં માલિશ કરવાથી પેટની ચરબી અને કમરની સાઈઝ બંને ઘટી શકે છે. આ એસેન્શીયલ ઓયલ હૃદયની ગતિને નિયંત્રણમાં રાખે છે અને સાથે જ પાચન ક્રિયાને પણ સારી બનાવે છે. આ તેલની સુગંધ લેવાથી ભૂખ ઓછી લાગે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App