આજના સોશિયલ મીડિયાના જમાનામાં લોકો દરેક વસ્તુઓ શેર કરતા હોય છે અને તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચે એ માટે હૅશટેગ પણ ખૂબ જ વાપરતા હોય છે. ત્યારે આપણામાંથી મોટેભાગના લોકોને એ ખબર જ નથી હોતી કે હૅશટેગ શું છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરાય. તો આજે જાણીશું હૅશટેગ વિશે. પણ એ પહેલા જાણીએ કે હૅશ # કોને કહેવાય છે. હકીકતે હૅશ એક ચિન્હ # છે કે જે મોબાઈલના કિપેડમાં અને કોમ્પ્યુટરના કીબોર્ડ પર જોવા મળે છે. જેમને હૅશ વિશે વધુ જાણકારી નથી એવા લોકોએ તો માત્ર મોબાઈલમાં બેલેન્સ ચેક કરવા માટે જ હૅશનો ઉપયોગ કર્યો હશે. પરંતુ આનો ઉપયોગ માત્ર બેલેન્સ ચેક કરવા માટે નથી થતો પણ જે લોકો સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે એવા લોકોને આ સિમ્બોલનો મતલબ ખબર હશે કે આ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સિમ્બોલ છે.

વાત કરીએ હૅશટેગની તો હૅશટેગ સૌથી પહેલા 2007માં વાપરવામાં આવ્યું હતું પણ એ સમયે આના પર કોઈએ એટલું ખાસ ધ્યાન આપ્યું ન હતું. પરંતુ 2013થી આ ખૂબ જ ટ્રેન્ડિંગ બની ચૂક્યું છે. હવે તો એવા હાલ છે કે ફેસબૂક કે કોઈ બીજા સોશિયલ મીડિયા પર એક જ પોસ્ટમાં ઘણા બધા હૅશટેગ વાપરવામાં આવે છે.
વર્ષ 2010માં હૅશટેગ શબ્દનો ઓક્સફોર્ડ શબ્દકોશમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલા શરૂઆતમાં હૅશટેગનો પ્રયોગ IRC (ઈન્ટરનેટ રીલે ચેટ) પર થયો હતો, જેને પછીથી ટ્વીટરે પ્રચલિત કર્યો. પછી આ ફેસબુકથી લઈને અન્ય સોશિયલ મીડિયા પર પણ વાપરવા લાગ્યો.

શું કરે છે હૅશટેગ –
જયારે પણ સોશિયલ મીડિયા પર કોઈ પણ શબ્દની આગળ # લગાવી દેવામાં આવે તો એ શબ્દને રિડાયરેક્ટ કરે છે એટલે કે એ જે શબ્દની આગળ # લગાવવામાં આવ્યું છે એ શબ્દ લિન્ક્માં બદલાઈ જશે અને કોઈ પણ એ હૅશટેગ પર ક્લિક કરશે તો એ શબ્દને સંબંધી બધી જ પોસ્ટ તમને દેખાઈ જશે એટલે કે હૅશટેગ તમારી પોસ્ટને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં કામ આવે છે.
સોશિયલ મીડિયા પર કોઈ પણ પોસ્ટ કરવાનો મુખ્ય ઉદ્દેશ એ જ હોય છે કે એ પોસ્ટ વધુમાં વધુ લોકો સુધી પહોંચે, એટલે જ હૅશટેગ એવા વાપરવા કે જે તમારી પોસ્ટને વધુ પ્રભાવિત બનાવી શકે.

હૅશટેગનો ઉપયોગ –
હૅશટેગ શું છે એ તો સમજી લીધું છે પણ હવે એ જાણીએ કે હૅશટેગ નો ઉપયોગ કઈ રીતે કરી શકાય. જયારે તમે કોઈ પણ પોસ્ટ કરતા હોવ તો આખી પોસ્ટમાં લખેલા બધા જ શબ્દો આગળ # નથી લગાવવાના હોતા પણ આ પોસ્ટ શેના વિશે છે એ શબ્દોને જ હૅશટેગ બનાવવાના હોય છે. જેમ કે તમે કોઈ મોબાઈલ ફોન વિશે કોઈ પોસ્ટ લખો અને એ પોસ્ટના દરેક શબ્દને હૅશટેગ કરો એના કરતા તમે #Mobile #SmartPhone જેવા હૅશટેગ્સ વાપરો તો ચાલે. પણ આખું વાક્ય હૅશટેગ ન કરો.
બીજા એક ઉદાહરણ સાથે સમજીએ તો ‘કોંગ્રેસે ભારત પર ખૂબ રાજ કર્યું હવે ભાજપની સરકાર બની.’ તો આમાં આખા વાક્યના બધા જ શબ્દોને હૅશટેગ બનાવ્યા વિના #કોંગ્રેસ અને #ભાજપ કરો તો તમારી પોસ્ટ સારી દેખાય અને જયારે લોકો કશે પણ #ભાજપ પર ક્લિક કરે ત્યારે તેમને તમારી પોસ્ટ પણ જોવા મળશે. આ હૅશટેગનો ઉપયોગ તમે ફેસબૂક, ટ્વીટર, ગૂગલ પલ્સ, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કરી શકો છો.

જો તમે પોસ્ટમાં લખેલા દરેક શબ્દની આગળ હૅશ કરશો તો એ દરેક શબ્દ પર લિંક જનરેટ થઇ જશે જેમાંથી ઘણા શબ્દો તો નકામા જ હશે જે આ પોસ્ટ વાંચનારા લોકોને ડિસ્ટર્બ પણ કરશે અને જો તમારી પોસ્ટ ક્લીન હશે અને હાલ જે ટોપિક પર ચર્ચાઓ થઇ રહી છે એ જ હૅશટેગ્સ વાપર્યા હશે તો તમારી પોસ્ટને વધુ લોકો સુધી પહોંચાડી શકશો.
પરંતુ એ પણ જાણી લો કે ટ્રેન્ડિંગ હૅશટેગને કોઈ પણ ટોપિકની પોસ્ટ સાથે ન લખવા જોઈએ, જેમ કે તમે કોઈ કવિતા લખી છે અને તમે ઈચ્છો છો કે તમારી કવિતા વધુ લોકો સુધી પહોંચે, પણ એ સમયે ટ્રેન્ડિંગમાં #પોલિટિક્સ છે, તો તમે તમારી કવિતા સાથે #પોલિટિક્સ વાપરો છો, તો એ સોશિયલ મીડિયા પર તમારી ઇમેજ ખરાબ કરવા જેવું થશે. જેથી વધુ લોકો સુધી પહોંચવા માટે આવા તિકડમો કરવાથી બચજો.

હવે તમે સમજી જ ગયા હશો કે સોશિયલ મીડિયા પર પોતાની મહત્વની બાબતોને લોકો સુધી પહોંચાડવા માટે હૅશટેગ કેટલા કામનું છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App