હે ભગવાન, અમેરિકામાં ન્યૂ યર સેલિબ્રેટ કરતાં લોકો પર ટ્રક ફરી વળ્યો, 10નાં મોત, લાશોના ઢગલા થયા, ચારેબાજુ ચીસો પડી, જુઓ

અમેરિકાના લુઇસિયાના રાજ્યના ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ છે. કારણ કે, 1 જાન્યુઆરીએ ન્યૂ ઓર્લિયન્સમાં એક અજાણ્યા વ્યક્તિએ નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર પીકઅપ વાહન ચલાવી કચડી નાખ્યા હતા. જેમાં 10 લોકોના કરુણ મોત થયા છે. જ્યારે 35થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને મેયરે આતંકવાદી હુમલો ગણાવ્યો છે.

આ ઘટના ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે બની હતી. આ સમયે ન્યૂ ઓર્લિયન્સમાં રાતના 3:15 વાગ્યા હતા. શહેરની સૌથી વ્યસ્ત બોર્બન સ્ટ્રીટ પર હજારો લોકો ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે અચાનક એક વાહને આવી લોકોને કચડ્યા. અથડામણ બાદ નાસભાગ મચી ગઈ હતી. અથડામણ બાદ ઘણા લોકો નીચે પડી ગયા હતા. આ પછી એક વ્યક્તિ તેમાંથી નીચે ઉતર્યો. તેણે લોકો પર ગોળીબાર કર્યો, જેના જવાબમાં પોલીસ ફોર્સે પણ ફાયરિંગ કરવું પડ્યું. મીડિયા રિપોર્ટ અનુસાર, ઘટનામાં હુમલાખોરનું મોત થઈ ગયું છે.

ABC ન્યૂઝે પોલીસ પ્રવક્તાને કહ્યું કે, એવું લાગે છે કે હુમલો ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ નવા વર્ષની ઉજવણીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે ઘાયલોને શહેરની 5 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મેયરે આતંકવાદી ઘટના ગણાવી, FBIનો ઇનકાર

હુમલા અંગે બોર્બન સ્ટ્રીટના મેયરે તેને આતંકવાદી ઘટના ગણાવી હતી, પરંતુ થોડા સમય પછી FBI એજન્ટે કહ્યું કે, આ ઘટના આતંકવાદી ઘટના નથી. જો કે, FBI આ ઘટનાની તપાસ કરી રહી છે.

LGBTQ પાર્ટીઓ માટે જાણીતી છે બોર્બન સ્ટ્રીટ

બોર્બન સ્ટ્રીટ પર ઘણા બાર અને રેસ્ટોરાં છે. આ વિસ્તાર LGBTQ પાર્ટીઓ માટે લોકપ્રિય છે. અને તેને ગે સમુદાયનું હૃદય કહેવામાં આવે છે. બુધવારે નવા વર્ષની ઉજવણી કરવા માટે LGBTQ સમુદાયના ઘણા લોકો અહીં આવ્યા હતા.

Twinkle