અજબગજબ જીવનશૈલી

ગુજરાતનાં આ પટેલ અને રાજપૂતના દીકરાને અમેરિકાના લોકો પણ ‘બાપુ’ થી જ ઓળખે છે, પોતાની ગાડીનાં નંબર પ્લેટના પણ ચૂકવે છે આટલા ડોલર

આજે આમ જોઈએ તો આખા વિશ્વમાં ગુજરાતીઓનો જ ડંકો વાગી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં ગુજરાતની જ બોલબાલા છે. ગુજરાતીઓ કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, યુકે, યુ.એસ, અને દુબઈમાં તો 70 ટકા લોકો ગુજરાતી જ છે.  ગુજરાતીઓએ ફાફડા અને જલેબીની જેમ પોતાની અલગ ઓળખ ઊભી કરી છે વિશ્વભરમાં.

Image Source

આજે એવા જ એક ગુજરાતીની વાત કરવા જઈ રહ્યાં છીએ જેમને અમેરિકામાં રહીને પણ પોતાની આગવી છાપ ઊભી કરી છે. ત્યાના ગોરા લોકો પણ તેમને બાપુ થી જ ઓળખે છે. તો ચાલો આજે જાણીએ એમનાં વિશે.

Image Source

મૂળ ધંધુકાનો રાજપૂત પરિવાર વર્ષોથી અમેરિકામાં સ્થિર થયો છે. અમેરિકા ભલે બીજા લોકોનો દેશ હોય પણ આપણે તો જ્યાં રહીએ ત્યાં આપણી જ સંસ્કૃતિ અને આપણી જ આગવી ઓળખ હોવી જોઈએ. એવું માનતા ઇન્દ્રવિજયસિંહ પણ એમની જ સંસ્કૃતિ સાથે વટથી ત્યાં રહે છે. તેમની ગાડી પાછળ અને ગાડીની નંબર પ્લેટ પર પણ જય માતાજી લખીને આખા અમેરિકામાં તે બિન્દાસ ફરે છે. ગાડીઓના નંબર ઉપરથી ત્યાંના અમેરિકન પણ હવે આ પરિવારના સભ્યોને બાપુ કહીને બોલાવતા થયા છે.

Image Source

મૂળ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રોજકા ગામના ચુડાસમા ઇન્દ્રવિજય સિંહ વિક્રમ સિંહ જયારે તેમના પરિવાર સાથે વર્ષ 2001માં અમેરિકામાં સ્થાયી થયા ત્યારે તેમણે અમેરિકામાં પોતાની રેસ્ટોરંટ જ ઊભી કરી દીધી હતી. બાદમાં તેમણે ગેસ સ્ટેશન પંપ ચાલુ કર્યો છે. તેમણે માત્ર થોડા સમયમાં જ સારી એવી લોકચાહના મેળવી લીધી, એ પછી તેમના પરિવારને ગ્રીન કાર્ડ મળી ગયું અને અમેરિકાના નાગરિક બની ગયા.

Image Source

તેમણે અમેરિકામાં પોતાની ગાડીઓના કાફલાથી અને તેની અનોખી નંબર પ્લેટથી પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેમની તમામ ગાડીઓને નંબર પ્લેટમાં રાજપૂત સમાજના જીવનમાં રોજ વપરાતા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગાડીઓની નંબર પ્લેટમાં દાજીબાપુ, જય મતાજી, જે માતાજી, રાણા, વગેરે શબ્દો રાખવામાં આવ્યા છે. અહીંના રોડ પરથી તેઓ જયારે પણ કાર લઈને પસાર થાય છે ત્યારે લોકોની નજર તેમની નંબર પ્લેટ પર અચૂક જ પડે છે.

Image Source

મૂળ રોજકા ગામના ચુડાસમા પરિવારમાં જન્મેલા ઇન્દ્રવિજય સિંહ વિક્રમ સિંહે તેમની બધી જ કારનાં નંબર પ્લેટના શબ્દો તેમના સમાજ માટે જે શબ્દો વપરાય છે તેના પરથી જ લીધા છે. અને આ માટે તેમણે 3 વર્ષ જેટલા સમયગાળાના અમેરિકન સરકારને પૂરા 400 ડોલર ચૂકવી આપ્યા છે. તેઓ જણાવી રહ્યાં છે કે, મારી કારનો કાફલો નીકળે કે લોકો જોતાં રહી જાય છે. અને મારી ગાડીઓના નંબર પ્લેટને કારણે લોકો મને બાપુ કહીને જ બોલાવે છે. અથવા બાપુના નામે જ ઓળખી રહ્યાં છે.

Image Source

તેઓ આખા અમેરિકામાં કોઈની રોક ટોક વગર વટથી ફરે છે. આ રાણા પરિવાર આજે પણ સમગ્ર વિશ્વમાંથી આવતા રાજપૂત પરિવાર માટે અમેરિકામાં સેટલ થવા તમામ મદદ કરે છે. આ પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે જયારે તેઓ આવી નંબર પ્લેટવાળી ગાડી લઈને નીકળે છે ત્યારે લોકો આ શબ્દોના અર્થ શું થાય એ પૂછે છે. લોકોમાં આ શબ્દનો અર્થ જાણવાની ચાહ જોઈને ધન્યતા અનુભવે છે.

Image Source

માત્ર આ રાજપૂત પરિવાર જ નહીં, પણ બીજા ગુજરાતીઓ પણ નંબર પ્લેટ પર મનગમતા નંબર રખાવે છે. જેડી પટેલ કારના મલિક જવલ દીપકભાઈ પટેલે તેમની કારણો આ નંબર અમેરિકાની સરકારને નાણાં ચૂકવીને લીધો છે. તેમનું કહેવું છે કે તેમની ઈચ્છા હતી કે તેમની અમેરિકામાં વસાવેલી પહેલી કાર પોતાના પરિવારના નામ સાથે ઓળખાય એટલે તેમણે આ નંબર લીધો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.