ખબર

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં અધધધધ મર્યા, કોરોનામાં વધુ એક નવી વાત આવી સામે- જાણો

વિશ્વભરમાં કોરોનાના 2,921,438 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 203,289 લોકોએ જીવ ગુમાવ્યા છે. 836,978 લોકોને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. વિશ્વની મહાસત્તા એટલે કે અમેરિકામાં 24 કલાકમાં 2494 લોકોએ જીવ ગુમાવ્યા છે, અહીં મૃત્યુઆંક 54,265 થયો છે. અમેરિકામાં 960,896 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. અહીં 52.79 લાખ લોકોનો ટેસ્ટ કરાયો છે.

બ્રિટનમાં મૃત્યુઆંક 20 હજારને પાર
કોરોના વાઈરસના કારણે બ્રિટનમાં કુલ 148,377 પોઝિટિવ નોંધાયા છે અને 20,319 મૃત્યુઆંકને પાર થઇ ગયો છે, અમેરિકામાં 54 હજારથી વધારે લોકોએ, ઈટાલીમાં 26 હજારથી વધારે લોકોએ, સ્પેનમાં 23 હજાર લોકોએ, ફ્રાન્સમાં 22 હજાર 600 લોકોએ જીવ ગુમાવ્યો છે.

કોવીડ 19 ના વિશ્વભરમાં મોતનો આંકડો 2 લાખે પહોંચ્યો છે. એમાં વળી ચોથા ભાગના મોત તો ફક્ત USA માં નોંધાયા છે. અમેરિકામાં જોકે ૧.૧૦ લાખ દરદી સાજા પણ થયા છે.ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં એવી સલાહ આપી હતી કે કોરોનાથી બચવા શરીરમાં જંતુનાશકના ઈન્જેક્શન આપવાનો વિચાર છે. એ સલાહની દુનિયાભરમાંથી ક્રિટિસિઝમ થયું હતું. કારણકે જંતુનાશક પ્રવાહી શરીરમાં દાખલ કરી શકાય જ નહીં. એટલે પછી ટ્રમ્પે આજે વાત પછી વળતા કહ્યું હતું કે એ વાત તો મેં મજાકમાં કહી હતી. હવે કદાચ આગામી દિવસોમાં પ્રેસ બ્રિફિંગમાં ટ્રમ્પની હાજરી ન જોવા મળે એવી પણ શક્યતા છે. વ્હાઈટ હાઉસ આ મુદ્દે વિચારણા કરી રહ્યું છે. કેમ કે કોરોના મુદ્દે ટ્રમ્પ અડધો ડઝન કરતાં વધુ વખત બોલીને બાફી ચૂક્યા છે.

ટ્રમ્પનું સ્ટેટમેન્ટ
“આ પેલા જંતુનાશકો, મેં જોયું છે કે એક મિનિટમાં જ ખતમ કરી નાખે. ને એવો રસ્તો છે કે નહીં કે આપણે કંઈક ઇન્જેક્શન જેવું મારીએ કે અંદર સફાઈ કરીએ, કારણકે તમે જોયું હશે કે તે ફેફસામાં થાય છે અને ફેફસામાં તે નકરા જ જામી જાય છે.”

ટ્રમ્પે આ રીતે દર્દીઓને જંતુનાશકો આપવાની પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી હતી, જેથી કોરોના વાઇરસની સારવાર થઈ શકે. જંતુનાશકનો ઉપયોગ સપાટી પર કરીએ તો વાઇરસને મારી નાખે, પણ તે માત્ર સપાટી પર અથવા પદાર્થ પર લાગેલા હોય ત્યારે જ મારવાના હોય. એક વાર તે શરીરમાં પહોંચી જાય પછી તેવું કરી ના શકાય. તમને જણાવી દઈએ કે જંતુનાશકો પીવા કે શરીરમાં ઈન્જેક્ટ કરવાથી તેનાથી ઝેર થવાનું કે મોત થવાનું જોખમ વધી જતું છે. તેનાથી વાઇરસ પર જરાય ફરક પડવાનો નથી. ડૉક્ટરો તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે કે મહેરબાની કરીને જંતુનાશકો પીશો નહીં કે શરીરમાં ઇન્જેક્શનથી દાખલ ના કરશો. તેમની ચિંતા થઈ છે કે લોકોને આ વાત સાચી લાગે અને પ્રયોગ કરે તો મૃત્યુ થઇ શકે છે.

અમેરિકામાં ડોક્ટરોએ લોકોને વોર્નિંગ આપી છે કે કોરોના વાઇરસના કારણે 30 થી 49 ઉંમરના સંખ્યાબંધ લોકોનાં અચાનક મોત થઇ રહ્યાં છે. તેમાંથી ઘણા લોકોમાં કોરોનાના કે બીમારીના કોઇ લક્ષણ દેખાતાં નથી પરંતુ અચાનક આવતા સ્ટ્રોકના કારણે લોકોનાં મોત થઇ રહ્યાં છે. ન્યૂયોર્કમાં આ પ્રકારે ઘરોમાં જ ઘણા લોકોનાં મોત થયાં છે. અમેરિકાની ઘણી બધી હોસ્પિટલોમાં આ પ્રકારના સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો નોંધાયો છે. તેમાંથી ઘણાના કોરોના ટેસ્ટ + VE આવ્યાં છે. આ પહેલાં તેમનામાં કોરોનાના કોઇ સિમટમપ્સ દેખાયાં નહોતાં. પહેલાં એમ માનવામાં આવતું હતું કે, કોરોનાનો વાઇરસ ફેફસા પર જ વધુ અસર કરે છે પરંતુ દર્દીઓના અભ્યાસ પરથી એમ લાગી રહ્યું છે કે કોરોના શરીરના બધા અંગોને અસર કરી રહ્યો છે.

એક ન્યુઝ દ્વારા જણાવ્યા અનુસાર મેનહટનમાં MSBI હોસ્પિટલના ડોક્ટર થોમસ ઓક્સલીએ જણાવ્યું હતું કે તેમના એક દર્દીએ કોઈ દવા લીધી નહોતી, અને તેની પહેલાંની કોઈ સમસ્યા નહોતી. અન્ય લોકોની જેમ તે દર્દી પણ લૉકડાઉનમાં ઘરમાં હતો. અચાનક તેને વાત કરવામાં તકલીફ અનુભવાઈ. ન્યુરોલોજીસ્ટ થોમસ ઓક્સલીએ જણાવ્યું કે જ્યારે તેઓએ દર્દીના માથામાંથી ક્લોટ હટાવવાની પ્રક્રિયા શરૂ કરી તો તેઓએ મોનિટર પર જોયું કે તે જ સમયે તેના માથામાં નવા ક્લોટ બની રહ્યા છે. USA માં અનેક હોસ્પિટલમાં સ્ટ્રોક્સના કેસ વધી રહ્યા છે. આ સાથે જ સ્ટ્રોક્સના શિકાર લોકો પણ કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. અનેક દર્દીઓમાં પહેલાંથી કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા.