અમરિકામાં રહેતા નડિયાદના પટેલની ગોળી મારીને કરવામાં આવી હત્યા, દીકરીના જન્મ દિવસે બેંકમાં પૈસા ભરવા જતા હતા

દુઃખદ : દીકરીના જન્મદિવસ પર આ પટેલની ગોળી ધરબી દીધી, ત્રણ વર્ષની દીકરી નોંધારી બની- જાણો વિગત

દેશની બહાર વિદેશમાં ઘણા ગુજરાતીઓ રહે છે, વિદેશમાં રહેતા ઘણા ગુજરાતીઓની હત્યાના સમાચાર પણ અવાર નવાર સામે આવતા રહે છે ત્યારે હાલ પણ એક દુઃખદ ખબર અમેરિકાથી આવી રહી છે. જ્યાં રહેતા નડિયાદના એક યુવકની બેંકમાં પૈસા ભરવા જવા દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ખેડા જિલ્લાના નડિયાદના અને હાલ અમેરિકાના કોલંબસમાં રહેતા અમિત પટેલ નામના વ્યક્તિનું લૂંટના ઇરાદે હત્યા કરી દેવામાં આવી છે. અમિત પટેલ કોલંબસ બેન્કમાં રૂપિયા ડિપોઝિટ કરવા માટે ગયા હતા, ત્યારે રસ્તામાં અજાણ્યા શખ્સોએ તેમને નિશાને બનાવીને લૂંટના ઈરાદે ગોળી મારીને હત્યા કરવામાં આવીછે.

અમિત પટેલના પરિવારને આ ઘટનાની જાણ થતા પરિવારમાં ઊંડો શોક ફરી વળ્યો હતો. મૂળ નડિયાદના વતની 45 વર્ષીય અમિત પટેલ વર્ષોથી તેમના પરિવાર સાથે અમેરિકાના કોલંબસમાં સ્થાયી થયા છે. અમિત પટેલ અમેરિકાના કોલંબસ સિટીમાં એક ગેસ સ્ટેશનના માલિક હતા. આજે તેમની દીકરીને ત્રણ વર્ષ પૂર્ણ થયા હતા.

જેનો આજે જન્મ દિવસ હતો અને દીકરીએ પોતાના જન્મ દિવસે જ પિતાની છત્રછાયા ગુમાવી. આ ઘટનાને લઈને પરિવાર પણ શોકમગ્ન બની ગયો છે. તેમા બિઝનેસ પાર્ટનર વિની પટેલએ જણાવ્યા મુજબ, પાર્ટનર અમિતે વિકલી ડિપોઝિટ જમા કરાવવા ગયા હતા અને તેની 3 વર્ષની લાડલીનો જન્મદિવસ ઉજવવાનો પ્લાન કર્યો હતો.

ત્યારે દીકરીના પિતાનું મૃત્યુ થતા પટેલ પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ફોરેનમાં આવા જ અવારનવાર ગુજરાતી લોકોની હત્યાના બનાવો બનતા રહે છે, ત્યારે NRI લોકો દ્વારા આવી ઘટનાઓ અટકે તેવી માંગ કરવામાં આવી રહી છે. જોકે હત્યા અંગે વધુ તપાસ ચાલી રહી છે.

પટેલ સ્ટીમ મિલ રોડ અને બુએના વિસ્ટા રોડના ખૂણે શેવરોન ગેસ સ્ટેશનના માલિક હતા. કોલંબસ પોલીસ ડિપાર્ટમેન્ટના પૂર્વ વિસ્તારની સમાન બિલ્ડિંગમાં આવેલી બેંકમાં તેને ગોળી મારી દેવામાં આવી હતી. વધુમાં બિઝનેસ પાર્ટનરે જણાવ્યું હતું. “દીકરી જન્મદિવસ પર તેના પિતા સાથે જે બન્યું તે તે ક્યારેય ભૂલી શકશે નહીં.”

Niraj Patel