ખબર

જીવલેણ કોવિડ બન્યો ઘાતક…અમેરિકામાં મૃત્યુઆંક જાણીને હચમચી જશો, જાણો વિગત

ચીનના વુહાન શહેરમાંથી હાહાકાર મચાવનર કોરોનાએ હાલમાં સમગ્ર વિશ્વમાં ભરડો લીધો છે. વિશ્વમાં કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો 55 લાખથી વધુ છે. કોરોનાથી સંક્રમિત સૌથી વધુ લોકો અમેરિકામાં થયા છે.

Image source

અમેરિકામાં જીવલેણ વાયરસથી 99,805 લોકોના મોત નિપજ્યા છે. પોઝિટિવ કેસની સંખ્યા 1,706,226 પહોંચ્યો છે. ન્યુયોર્ક ખાતે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 372,494 થઈ છે. ન્યુયોર્કમાં 29,310 દર્દીઓ કોરોનાથી મૃત્યુ થયા છે. ન્યૂજર્સી ખાતે એક લાખ 56 હજારથી વધુ પોઝિટિવ કેસ અને 11 હજાર 155 દર્દીઓના કોરોનાથઈ મોત થયા છે. બ્રાઝિલમાં પોઝિટિવ કેસની સંખ્યા 376,669 પહોંચ્યો છે. બ્રાઝિલમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 23,522 થયો છે. રશિયામાં પણ પોઝિટિવ કેસની સંખ્યા 353,427 થઈ છે. રશિયામાં 3,633 લોકોના મોત નિપજ્યા છે.

Image Source

બ્રાઝિલમાં કોરોનાના કેસ વધતા અમેરિકામાં બ્રાઝિલના નાગરિકોના પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ટ્રમ્પે આ અગાઉ યુકે,યુરોપ અને ચીનથી અમેરિકા આવવા માગતાં લોકો પર પ્રતિબંધ મુકેલો જ છે.

Image Source

વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. પરંતુ આ ગંભીર મહામારી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વમાં કોરોનાથી મૃત્યુદર 21 ટકાથી ઘટીને 13 ટકા થયો છે.જોકે અત્યાર સુધી વિશ્વમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 55 લાખ 86 હજારને પાર થઈ છે. દુનિયાભરમાં 347,915 કોરોના સંક્રમિત દર્દીઓના મોત પણ નિપજ્યા છે. દુનિયા ભરમાં 464,670 લોકોને મ્હાત આપી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.