ખબર

કોરોનાથી બચવા માટે ભારતે માંગી મદદ પણ અમેરિકાએ છોડ્યો ભારતનો સાથ, જાણો

કોરોનાથી બચવા માટે ભારતે માંગી મદદ, અમેરિકા બતાવી દીધી તેની અસલિયત

કોરોના વાયરસની વેક્સિન માટે જરૂરી કાચા માલ માટે અમેરિકાને રોક હટાવવા માટે માંગ કરવામાં આવી હતી ત્યારે જો બાયડનના તંત્ર તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે ભારતની જરૂરીયાતોને સમજી શકીએ છીએ પરંતુ અત્યારે હાથ બંધાયેલા છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ કહ્યું કે અમે ભારતની જરૂરિયાતોને સમજીએ છીએ.

કોરોના વેક્સિન માટે જરૂરી કાચા માલની આપૂર્તિ પર લાગેલી રોક હટાવવાના સવાલ પર અમેરિકાએ જવાબ આપ્યો છે. જો બાઇડનના પ્રશાસન તરફથી કહેવામાં આવ્યુ છે કે, યુએસ ભારતની જરૂરિયાતોને સમજે છે. ત્યાં જ કોવિડ 19 રિસ્પોંસ ટીમના વરિષ્ઠ સલાહકાર અને નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ એલર્જી એંડ ઇંફેકશન ડિસીઝના ડાયરેક્ટર ડો. એંથની ફૌસીએ કહ્યુ કે, હાલ અમારી પાસે ભારત માટે કંઇ નથી.

ડો. એંથની ફૌસીએ ભારતમાં કોવિડશિલ્ડ વેક્સિન તૈયાર કરનાર સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાની અપીલ વિશે પૂછવામાં આવ્યુ હતુ. પૂનાવાલાએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનને કાચા માલના નિર્યાતના નિયમોમાં ઢીલ આપવાની અપીલ કરી હતી કારણ કે ભારતની જરૂરિયાતોને પૂરી કરવામાં આવી શકે. આ પર ડો. એંથની ફૌસીએ કહ્યુ કે, અત્યારે અમારી પાસે પૂનાવાલાની માંગને પૂરી કરવા માટે કંઇ નથી.

નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુમાં વધુ લોકોને વેક્સિન આપવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે પહેલી મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે.