ખબર

એક બાજુ મોદી સાહેબ કોરોનાથી દેશને બચાવી રહ્યા તો બીજી બાજુ અમેરિકા દાદાગીરી કરી ગયું, કોઈને ખબર પણ ન પડી

મોદી સાહેબ કોરોનાને નાથવાનો તનતોડ પ્રયાસ કરી રહ્યા હતા તો બીજી બાજુ અમેરિકા ચુપચાપ આ કાંડ કરી ગયું

સમગ્ર દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. વેક્સિનેશન ઝડપી બનાવવા અને કોરોનાના નવા કેસને નિયંત્રિત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે અમેરિકા ભારતને ધમકી આપી રહ્યું હતું.

Image source

અમેરિકાની નૌસેનાએ ખુદ દાવો કર્યો કે, તેઓ પરવાનગી વિના ભારતની સીમામાં પ્રવેશ્યા અને ધમકી પણ આપી કે આગળ પણ આવું જ કરતા રહીશું. ભારતે વાંધો ઉઠાવ્યો છે, પરંતુ અમેરિકાના રક્ષા મંત્રાલયના પ્રવક્તાના નિવેદન પરથી લાગતું નથી કે કોઈ ફરક પડ્યો હોય. સેનાના પૂર્વ અધિકારીઓ પણ આ વિશે આશ્ચર્યચકિત થઈ ગયા છે. અમેરિકી નૌસેનાએ ભારત સરકારના લક્ષદ્વીપ પાસે સમુદ્રમાં વિશેષ આર્થિક ક્ષેત્રને લઇને દાવાને મોટી ચુનૌતી આપી છે. અમેરિકી નૌસેનાના સાતમા બેડાએ કહ્યુ કે, તેણે ભારતની અનુમતિ વગર લક્ષદ્વીપ પાસે ભારતના વિશેષ આર્થિક ક્ષેત્રના અંદર ફ્રીડમ ઓફ નેવિગેશન ઓપરેશનને અંજામ આપ્યો છે.

Image source

અમેરિકાની નૌસેનાનું કહેવું છે કે તેનું આ ઓપરેશન ફ્રીડમ ઓફ નેવિગેશન ઓપરેશન હતું, એટલે FONOP અને તે આ પ્રકારના ઓપરેશનથી તે દેશોની દરિયાઇ સીમામાં પ્રવેશ કરીને પડકાર આપે છે, જે પોતાની દરિયાઇ સીમાને વધારીને બતાવે છે. તે કોઈ એક દેશ વિરુદ્ધ નથી અને ન તો કોઈ પ્રકારનું કોઈ પોલિટિકલ સ્ટેટમેન્ટ છે.