...
   

અમેરિકામાં 5 વાહનોની ભીષણ ટક્કર, કારમાં લાગી આગ- 4 ભારતીય વિદ્યાર્થીઓ બળીને ખાખ; જુઓ વીડિયો

અમેરિકાના ટેક્સાસમાં એક ભયાનક કાર અકસ્માત સર્જાયો, ઘણી કાર એકબીજા સાથે અથડાઈ અને ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં 4 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. કારમાં આગ લાગતાની સાથે જ કારની અંદર ચારેય ભારતીયો જીવતા બળી ગયા હતા. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

ટેક્સાસમાં 5 વાહનોની એકબીજા સાથે ટક્કર થઇ. મૃત્યુ પામેલા તમામ ભારતીયો કારપૂલિંગ એપ દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.જ્યારે અકસ્માત થયો ત્યારે તેઓ અર્કાંસસના બેંટનવિલે જઈ રહ્યા હતા. તમામ મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે. અમેરિકન પોલીસે તમામ મૃતદેહોનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે. ઓળખની પુષ્ટિ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Gujju Rocks (@thegujjurocks)

આ અકસ્માત 31મી ઓગસ્ટે થયો હતો. આ અકસ્માત ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યાની આસપાસ થયો હતો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, મૃતકોની ઓળખ આર્યન રઘુનાથ ઓરમપતિ, ફારુક શેખ, લોકેશ પલાચરલા અને દર્શિની વાસુદેવનના રૂપમાં થઇ છે.ઓરમપતિ અને તેનો મિત્ર શેખ ડલાસમાં પિતરાઇ ભાઇને મળ્યા બાદ પરત ફરી રહ્યા હતા. લોકેશ પત્નીને મળવા બેંટનવિલે જઇ રહ્યો હતો.

ત્યાં ટેક્સાસ વિશ્વવિદ્યાલયથી માસ્ટર ડિગ્રી સ્નાતક દર્શિની વાસુદેવન, બેંટનવિલેમાં કાકાને મળવા જઇ રહી હતી. આ બધા કારપુલિંગ એપથી સંપર્કમાં હતા. એવામાં અમેરિકી અધિકારીઓને તેમની ઓળખ કરવામાં મદદ મળી.દર્શિની વાસુદેવનના પિતાએ ત્રણ દિવસ પહેલા વિદેશમંત્રી એસ જયશંકરને એક ટ્વિટર પોસ્ટમાં ટેગ કર્યા હતા જેમાં તેમણે દીકરીની શોધ કરવાની મદદ માગી હતી.


તેમણે લખ્યુ હતુ- “પ્રિય મહોદય, મારી પુત્રી દર્શિની વાસુદેવન, જેની પાસે ભારતીય પાસપોર્ટ સંખ્યા-T6215559 છે. છેલ્લા 3 વર્ષથી તે અમેરિકામાં છે. 2 વર્ષ સુધી MSના અભ્યાસ પછી તેણે 1 વર્ષ નોકરી કરી અને 3150 ઓવન્યુ ઓફ ધ સ્ટાર્સ એપાર્ટમેન્ટ 1110 ફ્રિસ્કો, ટેક્સાસ 75034માં રહે છે.

તેમણે કહ્યુ- દીકરી ત્રણ અન્ય લોકો સાથે કાર પુલમાં હતી. લગભગ 3થી4 વાગ્યા સુધી મેસેજનો જવાબ આપી રહી હતી, આ પછી તેણે જવાબ આપવાનું બંધ કરી દીધુ, તેની સાથે સંપર્ક નથી થઇ રહ્યો.

Shah Jina