ખબર

કોરોનાના કહેર વચ્ચે અમેરિકા માટે આવ્યા રાહતના સમાચાર, જાણો શું છે વિગત

દુનિયાના સૌથી વધુ તાકાતવાર દેશ અમેરિકામાં કોરોના વાયરસ રોકવાનું નામ જ નથી લેતો. છેલ્લા 24 કલાકમાં અમેરિકમાં કોરોનાના કારણે મરનાર લોકોની સંખ્યા 1450 છે. આ સાથે જ અમેરિકામાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 12 લાખ પહોંચી ગઈ છે. અમેરિકામાં અત્યાર સુધી 68,598 લોકોના મોત નિપજ્યા છે. રાહતની વાત એ છે કે, 178,594 લોકો ઠીક થઇ ગયા છે. અમેરિકામાં 16,139 ગંભીર મામલા છે.છેલ્લાં એક મહિનામાં આ આંકડો સૌથી ઓછો છે, અમેરિકામાં છેલ્લાં 24 કલાકમાં આ મહામારી થી થનાર મોતની રફતાર ઘટી છે.
આ આંકડો સામે આવતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાહતનો શ્વાસ લીધો હશે.

Image source

અમેરિકાનું ન્યુયોર્ક કોરોના વાયરસનું સૌથી મોટું કેન્દ્ર છે. ન્યૂયોર્કમાં કોરોના ચેપની સંખ્યા 323,883 ને વટાવી ગઈ છે. કોરોનાથી અત્યાર સુધી 24,648 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં 985,911 લોકોની કોરોના તપાસ હાથ ધરવામાં આવી છે. ન્યુજર્સી બીજા નંબર પર છે. ન્યૂયોર્ક પછી ન્યુ યોર્કમાં સૌથી વધુ કોરોના દર્દીઓ છે. કોરોના દર્દીઓની સંખ્યામાં ન્યૂ જર્સી બીજા ક્રમે છે. 127,438 લોકોને કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોના રોગચાળાથી અત્યાર સુધીમાં 7,886 લોકોનાં મોત નીપજ્યાં છે.

Image source

કોરોના વાયરસથી વિશ્વભરમાં 35.66 લાખ લોકો સંક્રમિત થયા છે. આ વાયરસને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 2.48 લાખથી વધુ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં, વિશ્વભરમાં 11.54 લાખ લોકો સાજા થઇ ગયા છે. વિશ્વના સૌથી અસરગ્રસ્ત દેશ અમેરિકામાં મૃતકોની સંખ્યા 68,598ને વટાવી ગઈ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.