ખબર

બ્રેકીંગ ન્યુઝ: ભારત પછી અમેરિકાએ પણ ચાઈનીઝ એપ બેન કરી, આટલા દિવસમાં બંધ થઇ જશે જાણો વિગત

ચીનના વિરુદ્ધમાં ભારત અને અમેરિકા લગાતાર નિશાન સાધતા રહે છે. ભારત બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પઆ ચીની એપ ટિક્ટોક અને વીચેટના માલિકો સાથે કોઈ પણ પ્રકારની લેવડદેવડ પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. આટલું જ નહીં ટ્રમ્પએ માઈક્રોસોફ્ટ અથવા અન્ય કંપનીને સૂચના આપતા કહ્યું હતું કે, દેશમાં ટિક્ટોક બેન કરવાની સમય મર્યાદા 15 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે. જેને લઈને આ કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

Image source

ગુરુવારે સાંજે અમેરિકન રાષ્ટ્રપતિએ 45 દિવસની અંદર ચાઇનીઝ એપ્લિકેશન ટિક્ટોક અને વીચેટ પર પ્રતિબંધ મૂકવાના હુકમ પર હસ્તાક્ષર કર્યા. આ અગાઉ સેનેટે યુએસ કર્મચારીઓને ટિક્ટોકનો ઉપયોગ ન કરવાના આદેશને સર્વાનુમતે મંજૂરી આપી હતી. પ્રતિબંધ પર હસ્તાક્ષર થયા બાદ ટ્રમ્પે કહ્યું કે આ પ્રતિબંધ જરૂરી છે કારણ કેટિક્ટોક જેવી ‘અવિશ્વાસપાત્ર’ એપ્લિકેશનમાંથી ડેટા સંગ્રહ કરવો દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.

Image source

કહેવામાં આવી રહ્યું છે કે ટિક્ટોક, માઇક્રોસોફ્ટ અને વીચેટના માલિકોએ તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ અગાઉ, અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ બુધવારે કહ્યું હતું કે અમેરિકી કાર્યવાહીને ચીની ટેક્નિકલ એપ વધી રહ્યો છે. જેમાં ટિક્ટોક અને વીચેટનું નામ પણ લીધું હતું. ભારતમાં આ પહેલા ચીની એપ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.