ઉર્વશી રૌતેલાના ગાઉન અને બેગની કિંમત સાંભળી હોંશ ઉડી જશે- સપનામાં પણ ન વિચારી શકી એવો અધધધધ ભાવ – જુઓ

5 લાખનું ગાઉન અને અધધધધ લાખનું બેગ લઇ એવોર્ડ શોમાં પહોંચી ઉર્વશી રૌતેલા, જેણે આ રૃપસુંદરીની તસવીરો જોઈ બસ દિલ ખુશ થઇ ગયું…

બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી ઉર્વશી રૌતેલા હંમેશા પોતાની ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઇલ સ્ટેટમેન્ટથી ચાહકોને દિવાના બનાવે છે. ઉર્વશીએ પોતાની મહેનત અને સમર્પણથી દરરોજ સફળતાની સીડી ચડીને બોલિવૂડ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું સ્થાન બનાવ્યું છે. ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર 46 મિલિયનનો આંકડો પાર કર્યો છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં તેણે હેલો એવોર્ડ 2022માં પણ ભાગ લીધો હતો.

હાલમાં જ મુંબઈમાં વાર્ષિક હેલો એવોર્ડ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. એવોર્ડ શોની રેડ કાર્પેટ ઝળહળી ઉઠી હતી કારણ કે સેલેબ્સ તેમના આકર્ષક આઉટફિટ પહેરેલા જોવા મળ્યા હતા. ઉર્વશી રૌતેલાએ પણ આ અવોર્ડમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો અને હંમેશની જેમ બધાની નજર તેના પર જ અટકી રહી હતી.

તેણે ડીએલ માયા દ્વારા ડિઝાઇન કરેલ ડીપ કટ હાઇ સ્લિટ બોડી ફીટીંગ ડ્રેસ પહેર્યો હતો, જે ચમકતા સોનેરી ફૂલોની પેટર્નથી શણગારવામાં આવ્યો હતો. ઉર્વશી રૌતેલા તેની આકર્ષક સુંદરતા માટે જાણીતી છે અને તે આ બ્લુ રંગના ચમકદાર ગાઉનમાં વધુ ચમકદાર દેખાતી હતી. જેની કિંમત 5.5 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. આ સાથે અભિનેત્રીએ 2 લાખ રૂપિયાની કિંમતનુ બેગ કેરી કર્યુ હતુ.

બોલ્ડ આંખો અને મેકઅપ સાથે ઉર્વશીએ તેના લુકને પૂર્ણ કર્યો હતો. આ સાથે તેના બ્રેસલેટની કિંમત પણ લગભગ 2 લાખ રૂપિયા હતી. અભિનેત્રીએ સિલ્વર ઈયરિંગ્સ, બ્રેસલેટ, ફિંગર રિંગ્સ પણ કેરી કરી હતી. ઉર્વશી બ્લુ ડિઝાઈનર ગાઉનમાં દિવા લાગી રહી છે. અભિનેત્રીએ આ લુકમાં તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેના વીડિયો પણ શેર કર્યા છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

આ લુકમાં, અભિનેત્રીના વીડિયોને થોડા જ કલાકોમાં લાખો લોકોએ પસંદ કર્યા હતા. ઉર્વશીની સુંદરતા અને તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટને લઈને ચાહકો પોતાનું દિલ ગુમાવતા રોકી શકતા નથી. ઉર્વશીનો સુપર સિઝલિંગ અને ગ્લેમરસ લુક જોઈને કહેવું પડે કે અભિનેત્રી જ્યાં પણ જાય છે, તે પોતાના સુપર સ્ટનિંગ લુકથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.

ઉર્વશીનો લુક એટલો આકર્ષક છે કે ચાહકો ઈચ્છતા છતાં પણ અભિનેત્રી પરથી નજર હટાવી શકતા નથી. અભિનેત્રીના નવા લુકે ચાહકોને ખરેખર દિવાના બનાવી દીધા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, ઉર્વશી છેલ્લે મિસ યુનિવર્સ 2021ને જજ કરતી જોવા મળી હતી. ઉર્વશી ટૂંક સમયમાં જિયો સ્ટુડિયોની વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં રણદીપ હુડ્ડા સાથે લીડ રોલમાં જોવા મળશે.

અભિનેત્રી બે ભાષાની થ્રિલર ‘બ્લેક રોઝ’ તેમજ ‘થિરુટ્ટુ પાયલ 2’ની હિન્દી રિમેકમાં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે. ઉર્વશી સરવણની સામે ‘ધ લિજેન્ડ’થી તમિલમાં ડેબ્યૂ કરશે અને તેણે Jio અને T-Series સાથે ત્રણ ફિલ્મો પણ સાઈન કરી છે.

Shah Jina