મનોરંજન

ઉર્વશી રૌતેલાને ગુલાબ આપી રહ્યો હતો ટોની ત્યારે જ લાગ્યો જોરદાર કરંટ- અભિનેત્રીનો નવો જ વીડિયો વાયરલ

બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા આજકાલ તેની આગામી ફિલ્મ ‘પાગલપંતી’ના પ્રમોશનમાં ઘણી વ્યસ્ત છે. ઉર્વશી રૌતેલાનો આ ફિલ્મમાં શાનદાર અંદાજ જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર પણ લોકોને બહુજ પસંદ આવ્યું હતું. ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

ઉર્વશી રૌતેલા હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જે ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક તેને ગુલાબ આપતો નજરે ચડે છે સાથે જ તે ઉર્વશીને પ્રપોઝ પણ કરે છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ યુવક બીજી કોઈ નહીં પરંતુ ટોની કક્ક્ડ છે. ટોની ઉર્વશીને અડે છે તેવો જ તેને કરંટ લાગી જાય છે. ઉર્વશી અને ટોનીનો આ વિડીયો લગભગ 23 લાક લોકોએ જોયો છે.

જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા ઉર્વશી એન ટોનીનું નવું ગીત ‘બિજલી કે તાર’ ગીત આવ્યું હતું. જે પણ લોકોને બહુજ પસંદ આવ્યું છે. ટોની કક્ક્ડ બોલીવુડની સિંગર નેહા કક્ક્ડનો ભાઈ છે. ટોનીએ તેના ગીતથી બધાનું દિલ બહુજ ટૂંકા સમયમાં જીતી લીધું છે.

 

View this post on Instagram

 

#BijliKiTaar ♥️♥️♥️ 100 MILLION soon ( Tag ur 5 Bijli bffs) . . . . . . . #love #UrvashiRautela

A post shared by URVASHI RAUTELA 🔥BIMAR DIL🔥 (@urvashirautela) on

ફિલ્મ ‘સિંહ સાબ ધ ગ્રેટ’થી બોલીવુડમાં ડેબ્યુ કરનારી ઉર્વશી રૌતેલા એક મોડેલની સાથે-સાથે ડાન્સર પણ છે. ઉર્વશીની ફિલ્મ પાગલપંતિ આગામી દિવસોમાં ધમાલ મચાવશે. આ ફિલ્મમાં ઉર્વશી સિવાય જોન અબ્રાહમ, ઇલિયાના ડી ક્રુઝ, કૃતિ ખરબંદા, અરશદ વારસી, અનિલ કપૂર અને પુલકિત સમ્રાટ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.