મનોરંજન

આ દિગ્ગજ સુપરસ્ટારની સાથે અડધી રાત્રે સ્વિમિંગ પુલમાં ઉર્વશી રૌતેલા આ શું કરી રહી છે?

બોલીવુડની નંબર એક ફિગર વાળી અભિનેત્રીએ સુપરસ્ટાર સાથે સ્વિમિંગ પુલમાં…ઉફ્ફ્ફ જુઓ PHOTOS

પોતાની ફિલ્મો કરતા વધારે ફોટોશૂટ અને આલ્બમ સોંગને કારણે ચર્ચામાં રહેનારી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી ઘણીવાર તેની તસવીર અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે.

ઉર્વશી દરરોજ તેના નવા અને શ્રેષ્ઠ પ્રોજેક્ટ સાથે લોકોનું મનોરંજન કરતી જોવા મળે છે. આ સાથે તેની હોટ તસવીરો સાથે સોશિયલ મીડિયાનું તાપમાન પણ વધારી દેતી હોય છે. થોડા સમય પહેલા ઉર્વશીએ કેટલીક તસવીરો શેર કરતી હતી જેમાં અભિનેત્રી પહેરીને સ્વિમિંગ પૂલમાં એક માણસ સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે.

ઉર્વશી રૌતેલાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની ત્રણ તસવીરો શેર કરી હતી. જેમાં તે બ્રાઉન કલરની શિમરી ટુ-પીસ સેટ પહેરેલું છે અને તે એક માણસ સાથે રોમાન્સ કરતી જોવા મળે છે. આ દરમ્યાન અભિનેત્રીનો બોલ્ડ મેક-અપ અને સ્ટાઇલ એકદમ આકર્ષક લાગી રહ્યો હતો. આ સાથે ઉર્વશીના એક્સપ્રેશન પણ જોવા લાયક હતા.

ઉર્વશી રૌતેલાએ શેર કરેલી આ તસવીરોને ઈન્સ્ટાગ્રામ પર અત્યાર સુધીમાં 6 લાખ 95 હજારથી વધુ લાઈક્સ મળી છે. તેમજ એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘મેડમ તમે અમેઝિંગ છો. તમે તમારી ટેલેન્ટ માટે બોલીવુડ કરતા વધારે લાયક છો. તેમજ અન્ય ચાહકો પણ અભિનેત્રીને ગ્લેમરસ, બોલ્ડ અને સુંદર ગણાવતા હૃદય અને ફાયર ઇમોજીસ કરતા જોવા મળ્યા હતા.

ઉર્વશી રૌતેલાની આ તસવીરો તેના મ્યુઝિક આલ્બમ ‘VERSACE BABY’ના શૂટિંગ દરમ્યાન કરવામાં આવી હતી. આ ગીત રજૂ થયાને 3 મહિના થઈ ગયા છે. જેની ખુશી અભિનેત્રીએ આ તસવીરો દ્વારા શેર કરી હતી. Versace Baby રમઝાનનું સુપરહિટ ગીત છે જેને યુટ્યુબ પર માત્ર 3 મહિનામાં 20 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

વર્કફ્રન્ટ પર ઉર્વશી તે ટૂંક સમયમાં જિયો સ્ટુડિયોની આગામી વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં જોવા મળશે. જેમાં તે રણદીપ હુડ્ડા વિરુદ્ધ જોવા મળશે. આ સિવાય ઉર્વશી રૌતેલા પણ ટૂંક સમયમાં તમિલ ડેબ્યુ કરવા જઈ રહી છે. જેના કારણે તે ખૂબ હેડલાઇન્સમાં રહી છે.