મનોરંજન

જયારે બોની કપૂરે વિશ્વસુંદરીને એવી જગ્યાએ ટચ કર્યું કે…

બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની તસ્વીર અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર ઉર્વશી તેના એક જુના વીડિયોને લઈને ચર્ચામાં આવી છે. થોડા સમય પહેલા ઉર્વશી રૌતેલા અને બોની કપૂરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.વાયરલ વીડિયોમાં દેખાડવામાં આવ્યું હતું કે, બોની કપૂર ભૂલથી ઉર્વશી રૌતેલાના બમ્પ પર હાથ રાખે છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થયો હતો.

આ વિડીયો સામે આવ્યા બાદ લોકો બોની કપૂરને લઈને અલગ-અલગ વાતો કરવા લાગ્યા હતા. આ વિડીયો એપ્રીલમાં સામે આવ્યો હતો.ઉર્વશીએ આ ખબરો પર નિરાશા વ્યક્ત કરી હતી.ત્યારે પાંચ મહિના બાદ ઉર્વીશીએ આ એક ઇન્ટરવ્યુમાં આ મામલે ખુલાસો કર્યો હતો.

બૉલીવુડ હંગામા સાથેની વાતચીતમાં ઉર્વશી રૌતેલાએ જણાવ્યું હતું કે, એવું કંઈ નથી. મેં કોઈ આપત્તી દર્શાવી નથી. રાતોરાત એક વિડીયો વાયરલ થઇ ગયો હતો. અને વાતનું વતેસર કરી નાખ્યું હતું.હું જે લગ્નમાં ગઈ હતી ત્યારે બોની કપૂર પણ હાજર હતા. આ ફક્ત એક હાવભાવ હતો, અમે ફોટો ક્લિક કરવતા હતા. એવું કંઈ જ થયું ના હતું. ફોટો જેવી રીતે લીધો છે

તે અને વિડીયોમાં જે દેખાઈ છે તે મને ખુદને નથી ખબર કે શું થઇ રહ્યું છે. મને ફોટોગ્રાફીનો આટલો આઈડિયા નથી. આ વિડીયો બાદ મારો ફોન સતત 7 દિવસ સુધી વાગ્યો હતો.વિડીયો વાયરલ થયા બાદ ઉર્વશીએ બોની કપૂર સાથે વાતચિતમાં જણાવ્યું હતું કે, બોની કપૂર પણ આ જોઈને હેરાન છે, અજીબ પ્રકારનું મહેસુસ કરે છે. આ દરમિયાન ઉર્વશી રૌતેલાએ બધા અખબાર પર નિરાશ દર્શાવી હતી.

બોલિવૂડ હંગામા વેબસાઈટ સાથે વાત કરતા ઉર્વશીએ કહ્યું કે, ‘આ સમગ્ર મામલો હંગામામાં ફેરવાઈ ગયો. આ વિડિયો રાતોરાત વાયરલ થઈ ગયો પણ એવું કંઈ નહોતું. હું સુપરસ્ટાર અજીત સાથે ફિલ્મમાં કામ કરવાની હતી. આ એક તમિલ ફિલ્મ હતી પરંતુ તારીખોને કારણે હું ફિલ્મ કરી શકી નહીં.’ ઉર્વશીએ વધુમાં કહ્યું કે, ‘હું તેમને પહેલાથી જ ઓળખતી હતી. હું તેમની સાથે કામ કરી શકી નથી, તેનો અર્થ એ નથી કે મારે તેમની સાથે સંબંધ નથી. આ એક અદ્ભુત ચેષ્ટા હતી.

હું પાર્ટીમાં દાખલ થઇ. બોની કપૂર ત્યાં પહેલેથી જ હતા. જે લોકો લગ્ન કરવાના હતા તેઓ પણ ત્યાં હાજર હતા. અમે તસવીરો માટે પોઝ આપતા હતા. તમને જણાવી દઈએ કે ઉર્વશી બોલિવૂડ પ્રોડ્યુસર જયંતિલાલ ગઢાના પુત્રના રિસેપ્શનમાં પહોંચી હતી. ઉર્વશીએ કહ્યું કે ‘મને ફોટોગ્રાફીના એંગલ વિશે ખબર નથી, જે રીતે ફોટો લેવામાં આવ્યો હતો. તે વિચિત્ર હતું તેથી તે એક મોટો વિવાદ ઊભો થઇ ગયો. મારો ફોન 7 દિવસ સુધી નોનસ્ટોપ રણકતો રહ્યો.

આ અંગે બોનીજી સાથે વાત થઈ હતી. હું જાણું છું કે તે તેના માટે પણ વિચિત્ર હતું. તે સમયે એક અખબારે ડોન્ટ ટચ લખીને પબ્લિશ કર્યા હતા. જે બાદ ઉર્વશીએ ટ્વીટર પર લખ્યું હતું કે, એક મશહૂર અખબારે આ ખબર છાપી છે. તમે લોકો મહિલા સશક્તિકરણ અને આઝાદીની વાત ના કરો. તમને લોકોને ખબર નથી કે મહિલાઓની ઈજ્જત કેવી રીતે કરવી જોઈએ.

ઉર્વશી રૌતેલાએ ‘સિંહ સાહબ ધ ગ્રેટ’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં સની દેઓલ લીડ રોલમાં હતા. ત્યારબાદ ‘સનમ રે’ ‘હેટ સ્ટોરી-4’ અને ‘ગ્રેટ ગ્રેન્ડ મસ્તી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. કેરિયરની વાત કરીએ તો ઉર્વશી રૌતેલા પાગલપંતી ફિલ્મમાં જોવા મળી હતી.

ફિલ્મમાં તેની સાથે જોન અબ્રાહમ, ઇલિયાના, અનિલ કપૂર સહિત ઘણા કલાકારો જોવા મળશે.આઇટમ નંબર માટે ફેમસ અભિનેત્રી ઉર્વશી ‘સિંહ સાહબ ધ ગ્રેટ’, ‘ગ્રાંડ મસ્તી’, ‘સનમ રે’, ‘હેટ સ્ટોરી’ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. વર્ષ 2017માં ઉર્વશીને યૂશ આઉકોન ઓફ ધ યર અવોર્ડ પણ મળી ચુક્યો છે.