મનોરંજન

ઉર્વશી રૌતેલા 55 લાખનો લહેંગો પહેરીને કરી રહી હતી ફોટોશૂટ, ત્યારે જ બગડી ગયું બેલેન્સ-વિડીયો થયો વાયરલ

ફોટોશૂટ દરમિયાન ન થવાનું થઇ ગયું, જુઓ

ઉત્તરાખંડની પહાડી વાદીઓમાં જન્મેલી અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાની ફિટનેસ અને પોતાની અદાઓથી દરેક કોઈએ દીવાના બનાવી દે છે. ઉર્વશી સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની તસ્વીરો અને વિડીયો શેર કરતી રહે છે. એવો જ એક ઉર્વશીનો વિડીયો સામે આવ્યો છે જેમાં તે ફોટોશૂટ કરાવી રહી હતી.

Image Source

ઉર્વશીએ આ ફોટોશૂટ સિંગર નેહા કક્ક્ડના લગ્નના સમયે કરાવ્યું હતું. નેહાના લગ્નમાં ઉર્વશી 55 લાખનો લહેંગો પહેરીને પહોંચી હતી અને દરેક કોઈને નજરો તેના પર થંભી ગઈ હતી. આ જ સમયે ઉર્વશીએ 55 લાખના લહેંગા સાથે જસ માનક સાથે ફોટોશૂટ કરાવી રહી હતી અને અચાનક જ ઉર્વશીનું બેલેન્સ બગડી ગયું.

Image Source

ફોટોશૂટમાં જસ પાછળની સાઈડ બેઠેલા છે અને ઉર્વશી તેની આગળ બેસીને ફોટોશૂટ કરાવી રહી હતી કે અચાનક જ તેનું બેલેન્સ બગડી જાય છે પણ પછી તે પોતાને ખુબ સારી રીતે સંભાળી લે છે. ફોટોશૂટના સમયનો વિડીયો પણ સામે આવ્યો છે અને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ફોટોશૂટમાં ઉર્વશી અને જસ ખુબ જ સુંદર લાગી રહ્યા છે.

જુઓ ઉર્વશી રૌતેલાનો ફોટોશૂટના સમયનો વિડીયો….

 

View this post on Instagram

 

A post shared by Sam 😍 Reet (@sam.reet.narula)