ઉર્વશી રૌતેલા “મિસ યુનિવર્સ 2021” કોન્ટેસ્ટમાં એવો ડ્રેસ પહેરીને આવી ગઇ કે…OOPS મોમેન્ટ થઇ ગઈ- જુઓ

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા કોઇના કોઇ કારણસર હંમેશા હેડલાઈન્સમાં રહે છે, તે અવારનવાર એવું કંઇક પહેરી લે છે કે તેનો ડ્રેસ સોશિયલ મીડિયા પર સનસનાટી ફેલાવી દે છે. આ વખતે પણ કંઈક આવું જ બન્યું છે. ઉર્વશીએ હાલમાં જ ઈઝરાયેલમાં ‘મિસ યુનિવર્સ 2021’ કોન્ટેસ્ટને જજ કર્યો હતો. આ દરમિયાનના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. પરંતુ આ કોન્ટેસ્ટ બાદ ઉર્વશીએ એક વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોમાં ઉર્વશી ગોલ્ડન અને બ્લેક કોમ્બિનેશનનો ટ્રાંસપરન્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. આ ડ્રેસ ઘણો લાંબો હતો, જેના કારણે ઉર્વશીને ડ્રેસ હેન્ડલ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. તે બરાબર ચાલી પણ શકતી ન હતી.ઉર્વશી રૌતેલાએ શેર કરેલા વીડિયોમાં તેણે લોંગ સી ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું છે. આ ડ્રેસ સાથે ઉર્વશીએ માથા પર ટ્રાંસપરન્ટ દુપટ્ટો પણ પહેર્યો હતો. વીડિયોમાં ઉર્વશી વારંવાર ડ્રેસને હેન્ડલ કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ પવન અને લાંબા ગાઉનના કારણે તેને ચાલવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.

જેના કારણે ઉર્વશી તેના ડ્રેસને ઠીક કરતી વખતે વીડિયોમાં ઘણી વખત અટકી જાય છે અને તે ડ્રેસને એડજસ્ટ કરવાનો પ્રયાસ કરે છે. ભારત માટે ગર્વની વાત છે કે બોલિવૂડ અભિનેત્રીને મિસ યુનિવર્સ 2021 કોન્ટેસ્ટના નિર્ણાયકોમાં સામેલ થવાની તક મળી. આના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. એક એવો વીડિયો છે જેમાં હરનાઝ સંધુ મિસ યુનિવર્સ 2021 બનતાની સાથે જ ઉર્વશી પોતાની ખુશીને રોકી શકી નથી. ઉર્વશી ઉભી થઈને તાળીઓ પાડે છે અને એટલું જ નહીં, તેની આંખોમાંથી આંસુ પણ વહેવા લાગ્યા.’

તમને જણાવી દઈએ કે મિસ યુનિવર્સ 2021ની સ્પર્ધામાં 75 સુંદરીઓએ ભાગ લીધો હતો. મિસ યુનિવર્સનું આ 70મું એડિશન છે જે ઈઝરાયલમાં થયુ. ત્યાં, હરનાઝ સંધુએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ અને તેણે મિસ યુનિવર્સ 2021નો ખિતાબ પણ પોતાના નામે કર્યો, જે ભારત માટે ઘણા ગર્વની વાત છે. તમને જણાવી દઈએ કે તે 2019માં મિસ ઈન્ડિયા સ્પર્ધાનો પણ ભાગ રહી ચૂકી છે.

ઉર્વશી રૌતેલાના કામની વાત કરીએ તો, તે એક મોટા બજેટની સાયન્સ-ફાઇ તમિલ ફિલ્મથી તમિલ કારકિર્દીની શરૂઆત કરશે, જેમાં તે માઇક્રોબાયોલોજિસ્ટ અને આઇઆઇટીયનની ભૂમિકા ભજવશે અને પછીથી તે દ્વિભાષી થ્રિલરમાં જોવા મળશે. “બ્લેક રોઝ” સાથે ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં “થિરુતુ પાયલ 2” ની હિન્દી રીમેકનું નામ જાહેર કર્યું હતું. ઉર્વશી વેબ સિરીઝ “ઇન્સ્પેક્ટર અવિનાશ” માં રણદીપ હુડા સાથે અભિનય કરી રહી છે, જે સુપર કોપ અવિનાશ મિશ્રાની સત્ય ઘટના પર આધારિત બાયોપિક છે.

Shah Jina