બ્રેકઅપની ખબરો બાદ ફરી જોડાયું ઋષભ પંત અને ઉર્વશી રૌતેલાનું નામ ? મેદાનમાં ઋષભના ચોક્કા છક્કા ઉપર તિરંગો લહેરાવતી જોવા મળી ઉર્વશી

ગઈકાલે ભારત પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતનો ખુબ જ ખરાબ રીતે પરાજય થયો. પકિસ્તાની ટીમે વર્લ્ડ કપમાં પહેલીવાર ભારતને હાર આપી. પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું. ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન ઘણા સિતારાઓ પણ સ્ટેન્ડમાં જોવા મળ્યા હતા. જેમાં અક્ષય કુમાર, વિવેક ઓબોરોય, પ્રીતિ ઝિન્ટા અને અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ જોવા મળી.

ભારતને ભલે પાકિસ્તાન સામેની મેચમાં હાર મળી હોય પરંતુ આ દરમિયાન ઘણી એવી તસવીરો પણ સામે આવી જેને દિલ જીતી લીધું હતું. એવી જ કેટલીક તસવીરો અભિનેત્રી ઉર્વશી રૌતેલાની હતી. બોલીવુડના બીજા સિતારાઓની સાથે સાથે ઉર્વશી પણ ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે આવી પહોંચી હતી.

મેચમાં ટીમ ઇન્ડિયાના ખેલાડી ઋષભ પંત જ્યારે પાકિસ્તાન સામે સતત શોટ રમી રહ્યો હતો ત્યારે ટીવી સ્ક્રિન પર ઉર્વશી રાઉતેલાને બતાવવામાં આવી હતી. પંતે જ્યારે ચોગ્ગો ફટકાર્યો હતો ત્યારે ઉર્વશી સ્ટેન્ડ્સમાં ત્રિરંગો લહેરાવી રહી હતી. સોશ્યલ મીડિયા પર પણ ઉર્વશીની આ તસવીર વાયરલ થઇ રહી છે.

એવામાં ઉર્વશીને સ્ટેડિયમમાં જોઈને દરેક કોઈ ઋષભ પંત-ઋષભ પંતનું નામ લઈને તેને ટીઝ કરવા લાગ્યા, એવામાં ઉર્વશી પણ ઋષભની પર્ફોમન્સ ઉપર ચીયર કરતી નજર આવી હતી. તિરંગો લહેરાવતી ઉર્વશીની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


ઋષભ અને ઉર્વશીની ડેટિંગની ચર્ચાઓ સતત થઇ રહી હતી, બાદમાં બંનેના બ્રેકઅપની પણ ખબર મીડિયામાં સામે આવી હતી. બંનેને ગયા વર્ષે ડિનર ડેટ ઉપર સ્પોટ કરવામાં આવ્યા હતા. પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર ઋષભે ઉર્વશીને વૉટ્સએપ પર બ્લોક કરી દીધી હતી. કારણ કે તે આ સંબંધને આગળ વધારવા નહોતો માંગતો. જેના બાદ ઋષભે  તેની પ્રેમિકા ઈશા નેગી સાથે તસવીરો પણ શેર કરી હતી.

Niraj Patel