ઉર્વશી રૌતેલાએ સૌથી બોલ્ડ ડ્રેસ પહેર્યો…ન દેખાવાનું દેખાઈ જતા વીડિયો જોતા જ ભલભલા ચોંકી ઉઠશે

ઉર્વશી રૌતેલાએ ન દેખાડવાનું દેખાડી દીધું … હદથી વધારે જ બોલ્ડ કપડાં પહેરી લીધા..જુઓ વીડિયો

ખૂબસુરતીના મામલે બધાને પાછળ છોડનારી અભિનેત્રી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ઉર્વશી રૌતેલા થોડા સમય પહેલા મિસ યુનિવર્સ 2021ની જજ તરીકે જોવા મળી હતી. ઉર્વશી રૌતેલાનો હોટ વીડિયો ફરી એકવાર હેડલાઇન્સમાં છે. પોતાની હોટનેસથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારનારી ઉર્વશીએ ફરી એકવાર ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી સનસની મચાવી દીધી છે. અભિનેત્રીએ થોડી જ મિનિટો પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. આ વીડિયોમાં તેણે ગોલ્ડન કલરનો ચમકદાર ડીપ નેક ડ્રેસ પહેર્યો છે.

ઉર્વશી રૌતેલાએ પોતે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે જોતજોતામાં જ વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન, તેના ડ્રેસની સાથે, તેના કિલર એક્સપ્રેશન ચાહકોને ઘાયલ કરી રહ્યા છે. ઉર્વશીએ બોલ્ડ ડ્રેસ સાથે મિનિમલ એક્સેસરીઝ કેરી કરી છે. તેણે કાનમાં નાની સ્ટડ ઇયરિંગ્સ પહેરી છે, તેમજ ગળામાં ચોકર સ્ટાઇલ નેકપીસ પહેર્યુ છે. તેણે તેના વાળને કર્લ કર્યા પછી બનમાં કેરી કર્યા છે. તેણે મેકઅપ દ્વારા પોતાને સ્મોકી લુક આપ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Promptbollywood (@promptbollywood)

બોલ્ડ અને બ્યુટીફુલ લુકને ફ્લોન્ટ કરતા ઉર્વશી રૌતેલાએ કેપ્શનમાં કહ્યું કે ક્રિસમસ નજીક છે અને આવી સ્થિતિમાં તેનો લુક આ તહેવારથી પ્રેરિત છે. ઉર્વશીના વિડિયોના બેકગ્રાઉન્ડમાં અંગ્રેજી ગીત વાગી રહ્યુ છે. ઉર્વશીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, ઉર્વશી રૌતેલા ટૂંક સમયમાં જિયો સ્ટુડિયોની આગામી વેબ સિરીઝ “ઇન્સ્પેક્ટર અવિનાશ” માં જોવા મળશે. જેમાં તે રણદીપ હુડ્ડા સાથે જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by @bestofbollywoodlife

આ સિવાય અભિનેત્રી ટૂંક સમયમાં તમિલમાં પણ ડેબ્યુ કરવા જઈ રહી છે. ઉર્વશી બિગ બજેટ સાયન્સ-ફાઇ ફિલ્મમાં આઇઆઇટીઇન અને માઇક્રોબાયોલોજિસ્ટની ભૂમિકામાં જોવા મળશે જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ સિવાય અભિનેત્રી દ્વિભાષી થ્રિલર ‘બ્લેક રોઝ’ અને ‘થિરુતુ પાયલ’ની હિન્દી રિમેકમાં પણ જોવા મળશે.

Shah Jina