ફિલ્મી દુનિયા

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ માલદિવથી શેર કર્યા પોતાના બિકીની ફોટો, ચાહકો થઈ રહ્યા છે ઘાયલ, તમે પણ જુઓ

બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની સ્ટાઇલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ઉર્વશીની તસ્વીર અને વિડીયો જોત-જોતમાં સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે. હાલમાં કે ઉર્વશીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. મિસ યુનિવર્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ જણાવ્યું હતું કે, બધા સિતારાઓ પકવહી તે પુરુષ હોય કે મહિલા હંમેશા સારા દેખાવવા માટે દબાવમાં રહે છે.

ઉર્વશીએ હાલમાં જ મીડિયાને જણાવ્યું હતું કે, જયારે તમે એક એક્ટર કે સ્ટાર હોય છે ત્યારે તમારે ફિટ દેખાવવું પડે છે. સિતારોએ હંમેશા સારા દેખાવવા માટે દબાવમાં રહે છે. ફક્ત મહિલા સિતારાઓ જ નહીં પરંતુ પુરુષ સિતારાઓ પણ દબાવમાં રહે છે.

ઇન્સ્ટાગ્રામ પર 2.63 કરોડ (26.3 મિલિયન) ને ટ્વીટર પર 631.2 હાજર ફોલોઅર વાળી એક્ટ્રેસ ઉર્વશીએ જણાવ્યું હતું કે, આ દબાવ મુખ્યત્વે સોશિયલ મીડિયામાં ટ્રોલિંગથી બચવા માટે છે. 2013માં સિંહ સાબ ધ ગ્રેટથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી ઉર્વશી રૌતેલાએ પણ કહ્યું હતું કે, ડિજિટલ મીડિયાના નવા યુગમાં તમારે પ્રેરણાત્મક જોવા માટે અને નકારાત્મક ટિપ્પણીથી બચવા માટે પ્રસ્તુતિ કરણમાં ધ્યાન આપવું પડશે.

જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલા તેના ગ્લેમરસ અંદાજને લઈને વધુ ચર્ચામાં રહે છે. ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયામાં તેની એકથી એક ચડિયાતી હોટ અને બોલ્ડ તસ્વીર ફેન્સ સાથે શેર કરતી રહે છે. જે ઘણી જ વાયરલ થઇ જાય છે.

ઉર્વશીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો ઉર્વશી હાલમાં તેની આગામી ફિલ્મ ‘વર્જિન ભાનુપ્રિયા’ ની રિલીઝની રાહ જોઈ રહી છે, જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં ગૌતમ ગુલાટી, અર્ચના પુરણ સિંહ, ડેલનાઝ ઇરાની, રાજીવ ગુપ્તા અને બ્રિજેન્દ્ર કલા, નિક્કી અનેજા વાલિયા અને રૂમાના મોલા પણ છે.

હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. સામાન્ય નાગરિકથી લઈને બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ ઘરની અંદર જોવા મળી રહ્યા છે. બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પણ ઘરમાં બંધ છે. ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ ઉર્વશી રૌતેલાનો એક વિડીયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં ઉર્વશી રૌતેલા સમુદ્ર કિનારે આરામ ફરમાવતી નજરે આવી રહી છે. ઉર્વશી રૌતેલાના આ વિડીયો પણ લોકો ઘણી કમેન્ટ કરી રહ્યા છે. આ સાથે જ ફેન્સ તેના આ વિડીયો પર પ્રતિક્રિયા આપી રહી છે. આ વિડીયો શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, ‘સેલ્ફ કંટ્રોલ.’

જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલા હાલ ઘરમાં રહીને ખતરનાક વાયરસ લડાઈ લડી રહી છે. હાલ તો આ વિડીયો જોઈને લાગી રહ્યું છે કે, ઉર્વશી બહાર જવાને લઈને ઘણી યાદ કરી રહી છે. ઉર્વશી રૌતેલાનો વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે સ્વિમિંગ પુલમાં ચીલ કરતી નજરે આવી હતી.

આ પહેલા ઉર્વશીએ તેની માલદીવ ટ્રીપની શેર કરી હતી. આ તસ્વીરમાં ઉર્વશી બિકીનીમાં નજરે આવી હતી. ઉર્વશીની બિકીની તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ઉર્વશીની આ તસ્વીર ફેન્સને પણ ઘણી પસંદ આવી રહી છે.

જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલાનું એક ગીત ‘એક ડાયમંડ દા હાર લેદે યાર’ રિલીઝ થયું હતું. આ ગીતને સોશિયલ મીડિયામાં બહુ જ પસંદ કરવામાં આવ્યું હતું. ઉર્વશી રૌતેલાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે પાગલપંતીમાં નજરે આવી હતી. મલ્ટી સ્ટારર આ ફિલ્મમાં ઉર્વશીની એક્ટિંગને પણ લોકોએ બહુજ પસંદ કરી હતી.

Image Source

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાની ફિલ્મ પાગલપંતીમાં લોકોને તેમનું કામ ઘણું પસંદ આવ્યું હતું. જો કે ફિલ્મે બોક્સઓફિસ પર કોઈ સારું પ્રદર્શન કર્યું નથી. હાલમાં જ ઉર્વશી રૌતેલાને લઈને એક ચોંકાવનારી ખબર સામે આવી છે. ઉર્વશીએ ફી મામલે શાહરુખ ખાન અને સલમાન ખાનને પાછળ છોડી દીધા છે. પણ હવે એવા સમાચારો મળી રહયા છે કે ઉર્વશીને નવા વર્ષના ઉપક્રમે થતા પ્રોગ્રામમાં પરફોર્મ કરવા માટેના ત્રણ કરોડ રૂપિયા મળી રહયા છે. રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં એક કલાકના પરફોર્મન્સ માટે આ પહેલા કોઈ પણ બોલિવૂડ સ્ટારે આટલા રૂપિયા ચાર્જ નથી કર્યા.

ઉર્વશીને મળનારી રકમ જાતે જ એક રેકોર્ડ છે અને એક કલાકના પરફોર્મન્સથી ઉર્વશી મુંબઈમાં ઘર ખરીદી શકે છે. ઉર્વશી રૌતેલા એમ પણ તેના ડાન્સ માટે ખાસ પ્રસિદ્ધિ ધરાવે છે. બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ પોતાના બોલ્ડ અંદાઝને લઈને હંમેશા ચર્ચામાં રહેતી જોવા મળે છે, બીજીઈની ફોટોશૂટ  પણ હવે તો સામાન્ય બાબત ગણાય છે, હાલમાં જ ડાબું રત્નાનીનું ફોટોશૂટ પણ ઘણું જ ચર્ચામાં રહ્યું હતું જેમાં ઘણી ખ્યાતનામ અભિનેત્રીઓએ ટોપલેસ ફોટોશૂટ પણ કરાવ્યું હતું. અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ તેના બોલ્ડ અંદાઝને લઈને વારંવાર ચર્ચામાં આવતી જોવા મળે છે, ફિલ્મોમાંતો તેને તેના બોલ્ડ લુકની અંદર જોઈ જ શકાય છે પરંતુ પોતાના સામાન્ય જીવનમાં પણ તે પોતાની લાઈફ બોલ્ડ રીતે જ જીવે છે.

હાલમાં ઉર્વશી માલદીવમાં રજાઓ માણી રહી છે. અને આ રજાઓ દરમિયાન જ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તે બિકીનીમાં જોવા મળી રહી છે. ઉર્વશીએ થોડા સમય પહેલા જ પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી જેમાં પણ તેને પોતાના બોલ્ડ ફોટો શેર કર્યા હતા, જે ચાહકોને ખુબ જ પસંદ પણ આવ્યા હતા.

માલદિવનાં દરિયા કિનારેથી લીધેલા આ ફોટોમાં તે ખુબ જ હોટ અને સેક્સી દેખાઈ રહી છે, આ ફોટોમાં તે પોતાની બેક સાઈડ બતાવી રહી છે સાથે કેપશનમાં પણ તેને લખ્યું છે: “પાછળથી હોય કે આગળથી, માલદીવનું પાણી મને હંમેશા ચમકીલું મળે છે, સ્વર્ગમાં થોડા સમયની રજાઓ ઉપર”

ઉર્વશીનો આ ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, તેનો આ ફોટો જોઈને ચાહકો તેના વખાણ કરી રહ્યા છે. તેના ઇન્સ્ટગ્રામની એ પોસ્ટમાં જ કોમેન્ટ કરી અને તેને હોટ અને સેક્સી હોવાનું જણાવી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.