ઉર્વશી રૌતેલા અને રિષભ પંતમાં વધી નજદીકી ? અભિનેત્રીએ છોટુ ભૈયાની હાથ જોડી માગી માફી

રિષભ પંત સાથે પેચઅપ કરવા માંગે છે ઉર્વશી રૌતેલા ? હાથ જોડીને કહ્યુ- આઇ એમ સોરી, જોઈ લો વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા આ દિવસોમાં ચર્ચામાં છે. ક્યારેક ઉર્વશી ભારતીય ક્રિકેટર રિષભ પંત સાથેના વિવાદને લઇને તો ક્યારેક પાકિસ્તાની બોલર નસીમ શાહને લઈને ઘણી હેડલાઈન્સ બનાવે છે. આ સમયે રિષભ પંત અને ઉર્વશી વચ્ચે વોર ચાલી રહ્યું છે. પરંતુ હવે ઉર્વશીએ રિષભ પંત વિશે કંઈક એવું કહ્યું છે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

થોડા દિવસો પહેલા ઉર્વશી રૌતેલાએ રિષભ પંતને છોટુ ભૈયા કહીને બોલાવ્યો હતો. ઉર્વશીએ રિષભ પંત વિશે પોસ્ટમાં લખ્યું- ‘છોટુ ભૈયાએ બેટ બોલ રમવું જોઈએ. હું કોઇ મુન્ની નથી, ડાર્લિંગ બાળક તારા માટે બદનામ થવા માટે. હેપ્પી રક્ષાબંધન.

ઉર્વશીની આ પોસ્ટ જોતજોતામાં જ વાયરલ થઈ ગઈ હતી. પરંતુ હવે અભિનેત્રીએ હાથ જોડીને રિષભ પંતની માફી માંગી છે. આ સાંભળીને તમે ચોંકી ગયા ને ? પરંતુ સત્ય આ છે. રિષભ પંત સાથે સોશિયલ મીડિયા વોર બાદ ઉર્વશીને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે શું તે RPને કોઈ સંદેશ આપવા માંગે છે ? આના પર પ્રતિક્રિયા આપતા અભિનેત્રી કહે છે- સિધી બાત નો બકવાસ…

એટલા માટે હું કોઈ બકવાસ નથી કરી રહી. આ પછી ઉર્વશીને ફરીથી પૂછવામાં આવ્યું કે શું તમે રિષભ પંતને કંઈક કહેવા માંગો છો, કારણ કે તમે કહ્યુ હતુ ક્ષમા કરો અને ભૂલી જાઓ, તો શું તમે તેને કંઈક કહેવા માંગો છો ? આના પર ઉર્વશી પહેલા કહે છે – હું કંઈ કહેવા માંગતી નથી. પરંતુ તે પછી તેણે હાથ જોડીને રિષભ પંતની માફી માંગી.

ઉર્વશી કહે છે- સોરી આઇ એમ સોરી. ઉર્વશી રૌતેલાએ રિષભ પંતની માફી માંગવા પર ચાહકો પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વાયરલ વીડિયો પર એક યુઝરે લખ્યું- આઇ ગઇ લાઇન પર. અન્ય યુઝરે લખ્યું – બધુ ગોલમાલ છે. વાસ્તવમાં ઉર્વશી રૌતેલાના ઈન્ટરવ્યુ પછી જ બંને વચ્ચે કોલ્ડ વોર શરૂ થઈ ગયું હતું. ઉર્વશીએ એક ઈન્ટરવ્યુમાં રિષભ પંત તરફ ઈશારો કરીને કહ્યું હતું કે એકવાર એક વ્યક્તિ હોટલની લોબીમાં 10 કલાક સુધી તેની રાહ જોતો હતો.

ઉર્વશીનો વીડિયો વાયરલ થયા બાદ ક્રિકેટર રિષભ પંતે તેના પર ટોણો મારતી ઈન્સ્ટા સ્ટોરી મૂકી હતી. રિષભ પંતે નામ લીધા વગર પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું- પીછો છોડો બહેન. જો કે, ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કર્યાના થોડા સમય બાદ જ રિષભે તેને ડિલીટ કરી દીધી હતી. ઉર્વશીએ પણ રિષભ પંતની આ પોસ્ટ પર ચુપી સેવી ન હતી.

તેણે પોતાની સ્ટાઈલમાં એક પોસ્ટ શેર કરીને ક્રિકેટરને જવાબ આપ્યો હતો. અભિનેત્રીએ રિષભ પંતને છોટુ ભૈયા કહીને બદલો લીધો હતો. પરંતુ હવે ઉર્વશીએ રિષભ પંતની માફી માંગી છે. હવે જોઈએ કે ઉર્વશી રૌતેલાની માફી પર છોટુ ભૈયા કેવી પ્રતિક્રિયા આપે છે. શું બંને વચ્ચેનું અંતર ભૂંસાઈ જશે ? તે તો આવનારો સમય જ બતાવશે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina