શું 190 કરોડના બંગલાની માલકિન બની ઉર્વશી રૌતેલા ? જાણો માતાએ શું કહ્યુ

શું 190 કરોજના બંગલામાં શિફ્ટ થઇ ઉર્વશી રૌતેલા ? જાણો માતાએ શું કહ્યુ

Urvashi Rautela 190 crores House: બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અવાર નવાર ચર્ચામાં રહે છે. ક્યારેક તે તેના ડ્રેસના કારણે તો ક્યારેક તે તેના રિલેશનશિપની અફવાઓને કારણે… ઉર્વશી હામાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવાને કારણે સમાચારોમાં હતી. ત્યારે હવે ફરી એકવાર તેની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. આ વખતે તેણે મુંબઈમાં ખરીદેલું મોંઘું ઘર હેડલાઈન્સમાં છે. ઉર્વશી હવે દિવંગત ફિલ્મ નિર્માતા યશ ચોપરા પરિવારની પડોશી બનવા જઇ રહી છે.

અહેવાલો અનુસાર, ઉર્વશીએ આ બંગલો 190 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. રિપોર્ટ્સ અનુસાર ઉર્વશી રૌતેલાનું આ ઘર ખૂબ જ આલીશાન છે અને ઘરની બહાર એક સુંદર બગીચો પણ છે. આ ઉપરાંત, પર્સનલ જિમ, સુંદર ઈન્ટીરીયરવાળા આ બંગલામાં દરેક વસ્તુ હાજર છે. ઉર્વશીએ તેનું ઈન્ટીરીયર પોતાના હિસાબે કરાવ્યુ હોવાનું કહેવાય છે અને તેમાં આધુનિક કલા છે. ઉલ્લેખનીય છે કે, ઉર્વશી લાંબા સમયથી મુંબઈમાં નવી જગ્યા શોધી રહી હતી.

જોકે, ઉર્વશીએ તેના બંગલા વિશે કોઈ માહિતી શેર કરી નથી.ઉર્વશી રૌતેલાનું 190 કરોડનું ઘર મુંબઈના પોશ વિસ્તાર જુહુમાં છે, જ્યાં ભવ્ય ગાર્ડનથી લઈને પર્સનલ જિમ સુધીની સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉર્વશી રૌતેલાના નવા ઘર સાથે જોડાયેલા ઘણા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને કિંમતને લઈને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. જો કે, આ દરમિયાન અભિનેત્રીની માતા મીરા રૌતેલાએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યુ કે આ વાત ફેક છે.

મીરા રૌતેલાએ આ સમાચારનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું- કાશ આ વાત સાચી હોત. જણાવી દઇએ કે, એવા સમાચાર આવ્યા હતા કે ઉર્વશીએ જુહુમાં 190 કરોડનો બંગલો ખરીદ્યો છે અને આ બંગલો યશ ચોપરાના બંગલાની પાડોશમાં હોવાનું પણ સામે આવ્યું હતું. ઉર્વશી રૌતેલાની માતા મીરા રૌતેલાએ ઈન્સ્ટાગ્રામ પર 190 કરોડના ઘરના સમાચારનો સ્ક્રીનશોટ શેર કર્યો અને આ શેર કરવાની સાથે તેણે લખ્યું, ‘ઇન્શાઅલ્લાહ એવો દિવસ જલ્દી આવશે…અને તમામ ન્યૂઝ ચેનલની દુઆ કબૂલ થશે…આમીન.’

ઉર્વશીની માતાની આ પોસ્ટ પર લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઉર્વશી રૌતેલાની માતા પોસ્ટમાં ઇન્શાઅલ્લાહ લખ્યા બાદ ટ્રોલર્સના નિશાના પર આવી ગઇ. એકે લખ્યું, ‘ઇન્શાઅલ્લાહ કે ભગવાન? પાકિસ્તાનના નસીમ ખાનની સંગત તો નથી.’ બીજાએ લખ્યું, ‘આ લોકોને કેરલ સ્ટોરી જોવાની સખત જરૂર છે.’ એક અન્યએ લખ્યું, ‘ઓ આંટી, તમે મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો છે ? પછી તો સૌથી વધારે દુઆની જરૂરત તમને જ છે.

 

View this post on Instagram

 

A post shared by Meera Rautela (@meera_rautela)

Shah Jina