લોક ગાયિકા ઉર્વશી રાદડીયાના કાર્યક્રમમાં પીપ ભરી ભરીને થયો નોટોનો વરસાદ, અધધધ લાખ રૂપિયા ઉડ્યા, જુઓ વીડિયો

ગુજરાતમાં કોઈ સ્થળે ડાયરો હોય અને નોટોનો વરસાદ ના થાય એવું ભાગ્યે જ જોવા મળે છે, સોશિયલ મીડિયામાં ઘણી જગ્યાએ થતા ડાયરાના કાર્યક્રમોના વીડિયો વાયરલ થતા હોય છે અને વાયરલ થયેલા વીડિયોની અંદર પણ જોવા મળતા હોય છે, કલાકાર દ્વારા ડાયરના શબ્દો લહેરાવતા હોય અને જનતા તેમના ઉપર નોટોનો વરસાદ કરતી હોય છે.

આવો જ એક નજારો હાલ વાયરલ થઇ રહ્યો છે, જેમાં ગુજરાતની લોકપ્રિય ગાયિકા ઉર્વશી રાદડીયાના ડાયરામાં પીપ ભરી ભરીને નોટોનો વરસાદ થતો જોવા મળે છે. જેનો વીડિયો ઉર્વશી રાદડિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યો છે આ વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયો પોસ્ટ કરવાની સાથે આ ડાયરા અંગે ઉર્વશી રાદડિયાએ કેપશનમાં માહિતી પણ આપી છે. તેમને કેપશનમાં જણાવ્યું છે કે, “શ્રી સમસ્ત હિરાવાડી ગ્રુપ દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગઇકાલે લોકડાયરાનુ આયોજન કરવામા આવેલુ. આપના સૌના અમૂલ્ય પ્રેમ માટે આપ સૌનો ખુબ ખુબ આભાર !”

સોશિયલ મીડિયામાં તેમના વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે સ્ટેજ ઉપર બેસી અને ઉર્વશી રાદડિયા ડાયરાનો લલકાર કરી રહ્યા છે, ત્યારે જ પાછળથી એક ભાઈ સ્ટીલની પવાલી ભરીને નોટો તેમના ઉપર ઠાલવે છે, આ ઉપરાંત તેમની આસપાસ બીજા પણ ઘણા લોકો નોટોનો વરસાદ કરી રહ્યા છે.


ઉર્વશી રાદડીયાના આ ડાયરાની અંદર રૂ. 20, 50 અને 500ની નોટો મળીને આશરે રૂ.20 લાખનો વરસાદ થયો હોવાનું અનુમાન છે. વીડિયોની અંદર જ જોઈ શકાય છે કે આખાં સ્ટેજ પર જાણે રૂપિયાનો પથારો થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે અમદાવાદના બાપુનગરમાં શ્રી સમસ્ત હિરાવાડી ગૃપ આયોજીત તુલસી વિવાહ નિમિત્તે ડાયરાનું આયોજન થયું હતું

Niraj Patel