કેશોદમાં આહીર સમાજના ડાયરામાં ઉર્વશી રાદડીયાના તાલે ઝૂમી ઉઠ્યા શ્રોતાગણો, એક કરોડથી પણ વધારે રૂપિયાનો થયો વરસાદ, જુઓ નજારો

ઠેર ઠેર ડાયરાઓનો માહોલ ચાલી રહ્યો છે અને ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો ઠેર ઠેર ડાયરા કાર્યક્રમો કરી અને શ્રોતાઓને મદહોશ કરી રહ્યા છે. ત્યારે આ દરમિયાન ડાયરાઓના ઘણા બધા વીડિયો પણ સામે આવી રહ્યા છે, જેમાં કલાકારો ઉપર થતો નોટોનો વરસાદ પણ જોવા મળતો હોય છે.

ત્યારે હાલમાં જ ઉર્વશીબેન રાદડીયાના ડાયરામાં એવો જ માહોલ જોવા મળ્યો હતો, જ્યાં તેમના ડાયરામાં એક કરોડ કરતા વધારે રૂપિયાની નોટોનો વરસાદ થયેલો જોવા મળ્યો હતો. આ ડાયરો કેશોદમાં યોજાયો હતો, જેનું આયોજન કેશોદ આહીર યુવા મંચ દ્વારા કરવામાં આવ્યું હતું. ડાયરામાં ઉર્વશીબેનના અવાજથી શ્રોતાગણો પણ મંત્રમુગ્ધ બન્યા હતા.

ઉર્વશીબેન રાદડિયા ઉપરાંત આ ડાયરામાં માયાભાઈ આહીર, બીરજુ બારોટ પણ રંગ જમાવવા અને ચાહકોને ઝુમાવવા માટે હાજર રહ્યા હતા. આ ડાયરામાં 25 હજારથી વધુ લોકો એકત્ર થયા હતા. જયારે ગાયક દ્વારા ગાવાનું બંધ કરવામાં આવ્યું ત્યારે પણ શ્રોતાગણો નોટોનો વરસાદ કરતા જોવા મળ્યા હતા.

આ ડાયરામા આહીર સમાજના ઘણા અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા, તેમના ઉપર પણ આ ડાયરામાં નોટોનો વરસાદ થતો જોવા મળી હર્યો હતો. ઉર્વશીબેન રાદડિયાએ પણ આ કાર્યક્રમ બાદ કેશોદ આહીર યુવા મંચ અને તમામ શ્રોતાગણોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ ડાયરાના ઘણા બધા વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે.

Niraj Patel