મનોરંજન

બૉલીવુડ અભિનેત્રી સ્ટેજ શોમાં પરફોર્મ કરતી વખતે Oops મોમેન્ટનો શિકાર થતા માંડ માંડ…., હાથથી સંભાળતી નજર આવી પોતાનો ઓફ શોલ્ડર ડ્રેસ

7 સ્ટાર હોટેલ બુર્જ ખલીફામાં નાચી રહી હતી અને ન થાવનું થઇ ગયું- જુઓ

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર તેના ચાહકોને અદભૂત તસવીરો અને ખૂબસૂરત વિડિયોઝ સાથે ટ્રીટ કરે છે. ઉર્વશી તેની ભવ્ય જીવનશૈલી પર પ્રભુત્વ ધરાવે છે. ઉર્વશીનું ફેશન સ્ટેટમેન્ટ આખી દુનિયામાં ફેમસ છે. અભિનેત્રી તેના ડ્રેસ સાથે એવી રીતે પ્રયોગ કરતી જોવા મળે છે કે તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની જાય છે. જો કે ઘણી વખત તેને આ ડિઝાઈનર ડ્રેસને કેરી કરવામાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

આ વખતે પણ કંઈક આવું જ જોવા મળ્યું. હાલ ઉર્વશીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમા તે તેના ડ્રેસથી ખૂબ જ પરેશાન જોવા મળી રહી છે અને તે આ બોડીફિટ ગાઉનમાં ઘણી અસ્વસ્થતા અનુભવી રહી છે.હેવી ક્રિસ્ટલ વર્કના કારણે તેનું આ ગાઉન વારંવાર નીચે સરકતું જોવા મળે છે. જો કે આ દરમિયાન ઉર્વશીએ જે રીતે પરિસ્થિતિને સંભાળી તે તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

તાજેતરમાં ઉર્વશી દુબઈના સ્ટેજ પર વિશાળ ભીડની સામે પરફોર્મ કરી રહી હતી અને તે દરમિયાન જ તેના ડ્રેસે તેને દગો આપ્યો. ઉર્વશી રૌતેલાએ પણ પોતાના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ઉર્વશી રૌતેલા હાલમાં જ એક પરફોર્મન્સ માટે દુબઈ પહોંચી હતી, જ્યાં તેણે પોતાના ડાન્સથી દર્શકોના દિલ જીતી લીધા હતા. દુબઈનું આ પ્રદર્શન ત્યાંના પ્રખ્યાત ટાવર બુર્જ ખલીફાની 7 સ્ટાર હોટેલમાં હતું. આ વીડિયોમાં ઉર્વશી સ્લીપિંગ ગાઉનમાં પરફોર્મ કરતી જોવા મળી રહી છે.

ઉર્વશી આ સ્ટેજ પર તેના ઓફ શોલ્ડર ગાઉનમાં પરફોર્મ કરતી જોવા મળે છે, જ્યાં પરફોર્મન્સ દરમિયાન તેને ખ્યાલ આવે છે કે તેનો ડ્રેસ સરકી રહ્યો છે. જો કે, ઉર્વશીએ આ તકને ખૂબ જ નાજુક અને કુશળતાથી સંભાળી અને તેના ચહેરા પર એક પણ કરચલી પણ ના પડવા દીધી. આ વીડિયોમાં ઉર્વશી ગ્રીન કલરના પારદર્શક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને દર્શકોનું જોરદાર મનોરંજન પણ કરી રહી છે.

ઉર્વશી રૌતેલા આમ કરનાર ભારતની પ્રથમ સ્ટાર બની ગઈ છે. ઉર્વશી રૌતેલાને 2022 ની ભારતની ગૌરવ અને સૌથી શક્તિશાળી મહિલા તરીકે પસંદ કરવામાં આવી હતી. આ દરમિયાન ઉર્વશીએ 50,000 લોકોની સામે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. અભિનેત્રીએ તેનું એક ગીત ગાયું, જેને બધાએ ખૂબ માણ્યું. વિશ્વની એકમાત્ર સાત સ્ટાર હોટેલ બુર્જ અલ અરબની ટોચ પર પરફોર્મ કરનાર ઉર્વશી ઇતિહાસમાં પ્રથમ ભારતીય છે.