મનોરંજન

ઉર્વશી ધોળકિયાએ ખરીદી હતી નવી કાર, સોશિયલ મીડિયા પર તસ્વીરો શેર કરીને વ્યક્ત કરી ખુશી

ટેલિવુડની આ ગુજરાતી એક્ટ્રેસે ખરીદી લક્ઝરી કાર, કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે

એકતા કપૂરની સિરિયલ “કસોટી જિંદગી કી”માં કોમોલિકાની ભૂમિકા ભજવીને ઘરઘરમાં પોતાની ઓળખ બનાવનાર ઉર્વશી ધોળકિયા આજકાલ ખૂબ જ ચર્ચાઓમાં છે, કારણ કે તેને પોતાના માટે એક બ્રાન્ડ ન્યુ લક્ઝરી જીપ ખરીદી છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI (@urvashidholakia)

નવી ગાડીને ખરીદીને ઉર્વશી ધોળકિયા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે અને તેને આ વાત સોશિયલ મીડિયા પર તસ્વીરો શેર કરીને જણાવી છે. ઉર્વશીએ ગાડીની ખરીદી કરતા સમયની તસ્વીરો શેર કરીને લખ્યું કે, ‘જીપને મારા પરિવારનો ભાગ બનાવવાની મને ખૂબ જ ખુશી છે.

Image Source

હું ઘણા સમયથી પોતાની કાર ખરીદવાનું વિચારી રહી હતી અને મને લાગે છે કે આ બધી જ તમારી દુઆઓની અસર છે. ખાસ કરીને મારો પરિવાર, જેને મને સાથ આપ્યો છે. હું આનાથી વધુ કઈ જ નથી માંગી શકતી.’

Image Source

ઉર્વશી ટીવી પર આજકાલ ડાન્સ રિયાલિટી શૉ નચ બલિયેના કારણે પણ ચર્ચાઓમાં છે, ઉર્વશીએ આ શોમાં પોતાના એક્સ બોયફ્રેન્ડ અનુજ સચદેવ સાથે જોડીના રૂપમાં ભાગ લીધો છે. જજીસ તેમના પરફોર્મન્સના વખાણ પણ કરી રહયા છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI (@urvashidholakia)

તાજેતરમાં જ ઉર્વશીએ એક વિડીયો શેર કર્યો છે, જેમાં ઉર્વશી ડાન્સ કરતા કરતા તેના પાર્ટનરની ભૂલને કારણે પડી જાય છે. ઉર્વશીના પડતા જ જજ અહમદ ખાન અને રવીના ટંડન ચોંકી ગયા પરંતુ ઉર્વશીએ આને સહજતામાં લઈને ડાન્સ પરફોર્મન્સ ચાલુ જ રાખ્યું. આ પછી બધાએ જ તેમના કોન્ફિડેન્સ અને બહાદુરીના વખાણ કર્યા હતા. હવે આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

જણાવી દઈએ કે ઉર્વશી ધોળકિયા અને તેમના એક્સ બોયફ્રેન્ડ નચ બલિયેમાં એક્સ પાર્ટનર થીમ પર જોડી બનીને સામેલ થયા છે. જિપ કારની સ્ટાર્ટિંગ પ્રાઈઝ 15 લાખ રૂપિયા છે.