સ્ટ્રેચ માર્ક્સને લઈને ટ્રોલ થઇ ઉર્વશી ધોળકિયા, તો સ્વિમિંગ શૂટમાં તસવીર શેર કરીને ટ્રોલર્સને આપ્યો ધારદાર જવાબ

2 બાળકોની માતાએ ધમાકેદાર ફોટોસ શેર કર્યા, ચાહકોના ઉડ્યા હોંશ..જુઓ

બૉલીવુડ અને ટીવી જગતની ઘણી અભિનેત્રીઓ પોતાના દેખાવ, પહેરવેશ અને બીજી કેટલીક બાબતોને લઈને અવાર નવાર ટ્રોલર્સના નિશાનાનો શિકાર બનતી હોય છે. હાલ નાના પડદાની જાણીતી અભિનેત્રી ઉર્વશી ધોળકિયા પણ ટ્રોલર્સના નિશાના ઉપર આવી ગઈ છે. તેની પાછળનું કારણ તેના સ્ટ્રેચ માર્ક્સ છે.

ઉર્વશીએ નાની ઉંમરમાં જ અભિનયની શરૂઆત કરી દીધી હતી અને ત્યારબાદ તે ઘણા બધા ટીવી શોની અંદર પણ નજર આવી. જેમાં તેને ખુબ જ પસંદ પણ કરવામાં આવી હતી. તો ત્યાં જ તેનો બોલ્ડ અંદાજ પણ ખુબ જ ચર્ચાઓ વધારી.

ઉર્વશી સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને ચાહકો સાથે જોડાયેલી રહે છે. તે પોતાની ઘણી તસવીરો પણ શેર કરતી રહે છે. હાલમાં જ તેને ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની એક તસ્વીર શેર કરી છે જેમાં તેના સ્ત્ર્ચ માર્ક્સને લઈને તેનો મજાક બની રહ્યો છે. હવે ટ્રોલર્સને જવાબ આપવા માટે તેને સ્વિમિંગ પુલની અંદર સ્વિમિંગ શૂટમાં બોલ્ડ તસ્વીર શેર કરી છે. જેમાં તેનો જલવો જોવા લાયક છે.

ઉર્વશીએ મલ્ટી કલરનો સ્વિમસૂટ પહેર્યો છે. અને પુલમાં ઉભા રહીને પોઝ આપી રહી છે. આ તસ્વીરમાં તે ખુબ જ આકર્ષક નજર આવી રહી છે. ઉર્વશીએ ટ્રોલર્સને નિશાન બનાવતા કેપશન આપ્યું છે કે તે કોઈ પાસે માફી માંગવાની નથી.

તે છતાં પણ ટ્રોલર્સ તેમની હરકતોથી બાજ નથી આવી રહ્યા અને તેની આ તસ્વીર ઉપર પણ નેગેટિવ કોમેન્ટ કરવા લાગ્યા છે. કોઈએ તેનો એ કહીને મજાક બનાવ્યો છે કે તે બે બાળકોની મા છે. તેની ઉપર આ બધું શોભા નથી આપતું. તો કોઈએ એમ પણ કહી દીધી છે કે બે દીકરા મોટા થઇ ગયા તે છતાં પણ આદત ના ગઈ આંટીજીની.

તો ઘણા લોકોએ સકારાત્મક કોમેન્ટ પણ કરી છે અને ઉર્વશીના આ લુકની ખુબ જ પ્રસંશા પણ કરી છે. તેના સ્ટાઇલ અને સુંદરતાના લોકો દીવાના પણ બની ગયા છે. તમને જણાવી દઈએ કે ઉર્વશીએ “કસોટી જિંદગી કી”માં કોમલ્લિકાનાં પાત્ર દ્વારા નામના મળેવી હતી. આ ઉપરાંત પણ તેને ઘણા ટીવી શોની અંદર કામ કરીને એક મજબૂત નામ બનાવ્યું છે.

Niraj Patel