બે-બે બાળકોની માં ઉર્વશી ઢોલકિયાની હોટ હોટ બિકિ તસવીરો પર શું દીકરાને છે કોઇ પરેશાની ? કહ્યું કે મારી મમ્મી મહેનત….

ટીવી અભિનેત્રી ઉર્વશી ઢોલકિયા તેની બોલ્ડ ચોઇસ માટે જાણિતી છે. તે પછી સોશિયલ મીડિયા પર ગ્લેમરસ તસવીરો શેર કરવાની હોય કે પછી રિયલ લાઇફમાં બોલ્ડ નિર્ણય લેવાનું હોય. ઉર્વશી ઢોલકિયાને તેના બેબાકપનને કારણે પણ જાણિતી છે.

હાલમાં જ ઉર્વશીએ બિકીમાં તસવીરો શેર કરી હતી. ઉર્વશીએ સ્ટ્રેચ માર્ક્સ અને બોલી ફેટની ચિંતા કર્યા વગર તસવીરો શેર કરી હતી. આ તસવીરોને કારણે અભિનેત્રીને ટ્રોલ પણ કરવામાં આવી હતી. ત્યારે હવે ઉર્વશીના પુત્ર ક્ષિતિજ ઢોલકિયાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

ક્ષિતિજે જણાવ્યું કે પહેલા તેને તેની માતાના બોલ્ડ ફોટા પર કરવામાં આવતી અભદ્ર ટિપ્પણીઓથી ફરક પડતો હતો. પરંતુ હવે તે ટ્રોલિંગને ગંભીરતાથી લેતો નથી. તે કહે છે કે, અમે માતાને બાળપણથી જ પરિવાર માટે સખત મહેનત કરતા જોયા છે. તેણે ક્યારેય કોઈ બાબતે ફરિયાદ કરી નથી. અમારી બધી જરૂરિયાતો સંતોષી. માતાએ અમને ક્યારેય તેના પર નિર્ભર રહેવાનું શીખવ્યું નથી. અમે સ્વતંત્ર રહેતા શીખ્યા છીએ. આવતીકાલના સારા ભવિષ્ય માટે સખત મહેનત કરવાનું શીખવ્યું.

 

View this post on Instagram

 

A post shared by URVASHI (@urvashidholakia)

માતા તેની શરતો પર પોતાનું જીવન જીવે છે તેનાથી અમને કોઈ સમસ્યા નથી. મને મારી માતાના બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવામાં કોઈ સમસ્યા નથી. ટ્રોલિંગ વિશે બોલતા ક્ષિતિજે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું – પહેલા મને ટ્રોલ્સની કોમેન્ટ્સ વાંચવામાં તકલીફ પડતી હતી. મને સોશિયલ મીડિયા પર કેટલાક ગ્રુપ્સ મળ્યા હતા જે માતાને ટ્રોલ કરતા હતા. મને યાદ છે કે જ્યારે હું હાઈસ્કૂલમાં હતો

 

View this post on Instagram

 

A post shared by URVASHI (@urvashidholakia)

ત્યારે મને ટ્રોલ કરવામાં આવતો. મેં ઘણી પ્રોફાઇલ્સને રીપોર્ટ કરી હતી, પણ હવે હું મારા પર હસું છું. હું મૂર્ખ હતો કારણ કે વાસ્તવિક દુનિયામાં ટ્રોલર્સ અસ્તિત્વમાં નથી. હું તેમને અવગણવાનું શીખ્યો છું. ઈન્ટરવ્યુ દરમિયાન ક્ષિતિજે એ પણ જણાવ્યું કે તેને બિગ બોસ માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો. પરંતુ થોડા સમય માટે તેણે આ વિચાર પર રોક લગાવી દીધી છે. તેને લાગે છે કે આ યોગ્ય સમય નથી.

 

View this post on Instagram

 

A post shared by URVASHI (@urvashidholakia)

તેથી ચાહકો આગામી સિઝનમાં સલમાન ખાનના શોમાં ક્ષિતિજને જોવાની અપેક્ષા રાખી શકે છે. ઉર્વશી ઢોલકિયા એક મોટી ટીવી અભિનેત્રી છે. તે ઘણા મોટા શોનો ભાગ રહી ચુકી છે. તે સિંગલ મધર અને બે પુત્રોની માતા છે. ઉર્વશી ઢોલકિયા 17 વર્ષની ઉંમરે જોડિયા બાળકોની માતા બની હતી. ઉર્વશી 43 વર્ષની છે. જણાવી દઈએ કે 26 વર્ષીય ક્ષિતિજ સોશિયલ મીડિયા પ્રભાવક છે. તેની રીલ્સ ઘણી લોકપ્રિય છે. તે એક યુટ્યુબર પણ છે.

Shah Jina