ટીવીની ‘કોમોલિકા’એ 43 વર્ષની ઉંમરે બિકિનીમાં બતાવી બોલ્ડનેસ, ચાહકોની આંખો થઇ ગઇ પહોળી

બ્લુ કલરની ટૂંકી બિકીની પહેરી ગુજરાતી અભિનેત્રીએ, ખરેખર ગજબ લાગે છે, જોતા જ બેભાન ન થઇ જતા

ટીવી અભિનેત્રી ઉર્વશી ધોળકિયા જેટલી બિંદાસ સ્ક્રીન પર દેખાય છે, એટલી જ બેબાક તે ઓફસ્ક્રીન પણ છે. કોમોલિકાનો રોલ પ્લે કરી મશહૂર બનેલી ઉર્વશી ધોળકિયાનો ગ્લેમરસ અંદાજ હિટ છે. 43 વર્ષની ઉંમરે પણ તે સ્ટનિંગ લાગે છે. અભિનેત્રીએ સ્વીમિંગ પુલમાં એન્જોય કરતા પોતાના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ તસવીરોમાં ઉર્વશી બિકીમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI (@urvashidholakia)

ઉર્વશી ધોળકિયાની આ તસવીરોમાં ખાસ વાત એ છે કે તેના સ્ટ્રેચ માર્ક્સ તસવીરોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યા છે પરંતુ અભિનેત્રી સહેજ પણ અસહજ અનુભવ્યા વગર કોન્ફિડન્સ સાથે પોઝ આપી રહી છે. ઉર્વશી બ્લૂ પાણીમાં પ્રાઇડ સાથે સ્ટ્રેચ માર્ક્સ ફ્લોન્ટ કરી રહી છે. તસવીરો સાથે ઉર્વશીએ સ્ટ્રોન્ગ કેપ્શન પણ લખ્યુ છે, જેમાં તેણે જણાવ્યુ છે કે,

મહિલાઓને હંમેશા તેમના અપીયરન્સ, કપડા અને બિહેવિયર માટે જજ કરવામાં આવે છે પણ તેણે ક્યારેય તેની પરવાહ નથી કરી. હંમેશા એવી જ રીતે જીવન જીવ્યુ જેવું તે જીવવા માંગતી હતી.ઉર્વશીએ એ પણ જણાવ્યુ કે, પ્રેગ્નેંસી બાદ મહિલાના શરીરમાં ઘણા બદલાવ થાય છે પરંતુ આ વસ્તુ પર બધાએ પ્રાઉડ કરવું જોઇએ. તેણે લખ્યું- ખબર નથી કેટલા સમયથી મહિલાઓને જજ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by BollyQuick (@bollyquick)

તેઓ કેવા દેખાય છે, તેઓ શું પહેરે છે અને કેવી રીતે વર્તે છે. પિક્ચર પરફેક્ટ હોવાનું દબાણ મેં દરેક પગલા પર ટાળ્યું છે. કારણ કે એક મહિલા તરીકે મને મારા જેવા બનવાનો અધિકાર છે. હું જે ઇચ્છુ તે પહેરુ, હું જે ઇચ્છુ તે કરુ, મારા જીવનને જેમ ઇચ્છુ તેમ જીવું. મારી ગરિમા અને સ્વાભિમાન બીજા કોઈએ નહિ મેં કમાવ્યુ છે. મારે કોઈ ઓળખાણની જરૂર નથી. આપણું શરીર દરેક પસાર થતા દિવસ સાથે બદલાય છે

 

View this post on Instagram

 

A post shared by celebrity media (@celebsfireworks)

અને આપણે આપણા આકાર અને કદ માટે નિર્ણય લેવાની જરૂર નથી. કારણ કે સ્ત્રી એ છે જ્યાં જીવનની ઉત્પત્તિ થાય છે. આ સૌથી મોટી સંપત્તિ છે જેની માલિકી હું ખૂબ જ ખુશ છું. આ મેસેજ શેર કરીને ઉર્વશીએ મહિલાઓને જાગૃત કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે અને આ માટે સોશિયલ મીડિયા પર તેના વખાણ પણ થઈ રહ્યા છે. ઉર્વશી પોતે ઘણી મજબૂત રહી છે. 16 વર્ષની ઉંમરે લગ્નના નિર્ણયથી લઈને 17 વર્ષની ઉંમરમાં જોડિયા બાળકોની માતા બનવા સુધી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood.swag (@bollywood.swag)

ઉર્વશી દરેક પરિસ્થિતિમાં અડગ રહેતી જોવા મળી છે. જો કે, ઉર્વશીની તસવીરોની વાત કરીએ તો, આ પહેલીવાર નથી કે જ્યારે ઉર્વશી ધોળકિયાએ પોતાની બોલ્ડ સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હોય, આ પહેલા પણ અભિનેત્રી ગોલ્ડન બિકીમાં તેના કિલર લુક સાથે ચાહકોના દિલ જીતતી જોવા મળી હતી.

Shah Jina