મનોરંજન

નેહા કક્કર અને રોહનપ્રિત સિંહના લગ્નમાં પહોંચી ઉર્વશી રૌતેલા, ટોની સાથે કર્યો ડાન્સ

ફેમસ સિંગર નેહા કક્કર લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. નેહાએ 24 ઓક્ટોબરના દિલ્લીના ગુરુદ્વારામાં સિંગર રોહનપ્રિત સિંહ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેને લગ્નની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહ્યા છે. બંનેને લગ્નમાં બોલિવૂડના ઘણા કલાકારો પણ હાજર રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

બોલિવૂડની સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ લગ્નમાં હાજર હતી. એટલું જ નહીં તેને આ બંનેના લગ્નમાં નેહાના ભાઈ ટોની સાથે એ જબરદસ્ત ડાન્સ પણ કર્યો હતો. ઉર્વશીનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે ટોની સાથે ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છે કે ઉર્વશીએ લહેંગો પહેર્યો છે અને તેની સાથે પોનીટેલ બનાવી છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.  ટોની અને ઉર્વશી દુલ્હા-દુલ્હનની સામે ડાન્સ કરે છે. ઉર્વશીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by tonyy kakkar (@tonykakkaarr) on

ઉર્વશીનો બીજો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે દુલ્હન નેહા કક્કરને મળી રહી છે. આ વીડિયો ખુદ ઉર્વશીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને આ સાથે નેહા-રોહનપ્રીતને લગ્ન માટે અભિનંદન આપ્યા છે અને તેમને પરફેક્ટ કપલ તરીકે વર્ણવ્યા છે. ઉર્વશીએ લખ્યું, ‘તમે સાથે ખુબ જ સારા દેખાવો છો, હું તમારા બંને માટે ખૂબ જ ખુશ છું. તમે મને સાચા પ્રેમમાં વિશ્વાસ કરવાનું શીખવ્યું છે. હું આશા રાખું છું કે મારો વિશ્વાસ અતૂટ રહેશે, કારણ કે એવું લાગે છે કે તમે બંને હંમેશા સાથે રહેશે. #love #NehaKakkar’

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

જણાવી દઈએ કે, નેહા અને રોહનપ્રિત સિંહે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર પોતાના રિલેશનશિપને ઓફિશિયલ બનાવ્યા હતા. ત્યારબાદથી તેમના લગ્નના સમાચાર મળી રહ્યા છે. જણાવી દઈએ કે નેહા કક્કર અને રોહનપ્રિત સિંહ થોડા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. રોહનપ્રીત નેહા કક્કર કરતા 6 વર્ષ નાનો છે. રોહનપ્રીતે 2007 માં રિયાલિટી શો ‘સા રે ગા મા પા લિલ ચેમ્પ્સ’ થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી, રોહનપ્રીત સિંહ વર્ષ 2018 માં ‘રાઇઝિંગ સ્ટાર 2’ માં દેખાયો. તે શોમાં પ્રથમ રનર અપ હતો. આ બે શો છે, જ્યાંથી રોહનપ્રિત સિંહને ઓળખ મળી.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on