ઉર્વશી રૌતેલાએ બર્થ ડે પર કાપી દુનિયાની સૌથી મોંઘી 3 કરોડની કેક, હની સીંગ સાથે શાહી અંદાજમાં કર્યુ સેલિબ્રેટ

ઉર્વશી રૌતેલાએ બર્થ ડે પર પાણીની જેમ વહાવ્યા પૈસા, 24 કેરેટ સોનાની કાપી કેક, હની સિંહ સાથે બર્થ ડે કર્યો સેલિબ્રેટ

‘ખાવાની છે કે રાખવાની છે ?…’ બર્થ ડે પર ઉર્વશી રૌતેલાએ કાપી 3 લેયરવાળી 24 કેરેટ સોનાની કેક, કિંમત છે કરોડોમાં

ઉર્વશી રૌતેલા બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તેણે ફિલ્મ ‘સિંઘ સાહબ ધ ગ્રેટ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ સિવાય તે ‘સનમ રે’, ‘ગ્રેટ ગ્રેંડ મસ્તી’, ‘હેટ સ્ટોરી 4’ અને ‘પાગલપંતી’ સહિત અનેક ફિલ્મોમાં જોવા મળી છે. ઉર્વશીએ વર્ષ 2015માં મિસ દિવા યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો.

હાલમાં જ 25 ફેબ્રુઆરીએ ઉર્વશી 30 વર્ષની થઈ અને તેણે તેનો આ જન્મદિવસ રેપર કિંગ હની સિંહ સાથે સેલિબ્રેટ કર્યો. ઉર્વશીએ બર્થ ડે સેલિબ્રેશનની ઘણી તસવીરો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં જોઇ શકાય છે કે ઉર્વશી 24 કેરેટ સોનાની કેક કાપી રહી છે. ઉર્વશીએ તેનો જન્મદિવસ યો યો હની સિંહ સાથે મ્યુઝિક વિડિયો લવડોઝ 2ના સેટ પર ઉજવ્યો હતો.

આ પ્રસંગે ઉર્વશીએ 24 કેરેટની સોનાની કેક કાપી હતી. ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ પર 24 કેરેટની સોનાની કેક કાપતાની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરો સાથે ઉર્વશીએ લખ્યુ- #Birthday #BirthdayGirl #24CARATREALGOLDCAKE, લવડોઝ 2 ના સેટ પર બર્થ ડે સેલિબ્રેશન. @yoyohoneysingh અને બધાનો આભાર.

ઉર્વશીના લુકની વાત કરીએ તો, તેણે રેડ લેગકટ બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો. આ લુક સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા અને નેકપીસ પહેર્યો હતો. કેકની વાત કરીએ તો તે 3 લેયરની હતી અને 24 કેરેટની હતી. જણાવી દઈએ કે હની સિંહે ઉર્વશી રૌતેલા માટે આ કેકની વ્યવસ્થા કરી હતી.

ઉર્વશીએ શેર કરેલા વીડિયોમાં 24 કેરેટની સોનાની કેકનો આખો લુક જોઇ શકાય છે, જે રોયલ લાગી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કેકની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે. ઉર્વશીની 24 કેરેટ સોનાની બર્થ ડે કેકને લઇને ઘણા યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. જણાવી દઈએ કે

આ દિવસોમાં ઉર્વશી રૌતેલા તેના નવા મ્યુઝિક વીડિયો ‘લવ ડોઝ 2’ પર કામ કરી રહી છે, જેના સિંગર અને રેપર હની સિંહ છે. ફિલ્મોની વાત કરીએ તો ઉર્વશી હવે હિન્દીની ‘દિલ હૈ ગ્રે’ અને તેલુગુની ‘બ્લેક રોઝ’માં જોવા મળશે. હાલમાં આ ફિલ્મોની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.

Shah Jina