ફિલ્મી દુનિયા

ઉર્વશી રૌતેલા એવો તો કેવો ડાન્સ કરશે જેના માટે તે અધધ… 3 કરોડ રૂપિયા લેશે, જુઓ વિડીયો

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાની ફિલ્મ પાગલપંતીમાં લોકોને તેમનું કામ ઘણું પસંદ આવ્યું હતું. જો કે ફિલ્મે બોક્સઓફિસ પર કોઈ સારું પ્રદર્શન કર્યું નથી. હાલમાં જ ઉર્વશી રૌતેલાને લઈને એક ચોંકાવનારી ખબર સામે આવી છે. ઉર્વશીએ ફી મામલે શાહરુખ ખાન અને સલમાન ખાનને પાછળ છોડી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

પણ હવે એવા સમાચારો મળી રહયા છે કે ઉર્વશીને નવા વર્ષના ઉપક્રમે થતા પ્રોગ્રામમાં પરફોર્મ કરવા માટેના ત્રણ કરોડ રૂપિયા મળી રહયા છે. રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં એક કલાકના પરફોર્મન્સ માટે આ પહેલા કોઈ પણ બોલિવૂડ સ્ટારે આટલા રૂપિયા ચાર્જ નથી કર્યા.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

ઉર્વશીને મળનારી રકમ જાતે જ એક રેકોર્ડ છે અને એક કલાકના પરફોર્મન્સથી ઉર્વશી મુંબઈમાં ઘર ખરીદી શકે છે. ઉર્વશી રૌતેલા એમ પણ તેના ડાન્સ માટે ખાસ પ્રસિદ્ધિ ધરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

માહિતી અનુસાર, આ પ્રોગ્રામમાં ઉર્વશી પોતાના ઘણા હિટ સોન્ગ્સ પર ડાન્સ કરતી જોવા મળશે, જેમાં ડેડી મમ્મી, હસીનો કે દીવાના અને પાગલપંતીના ગીતો સામેલ છે. આ સિવાય તે ટોની કક્કડ સાથે હિટ થયેલા તેમના સોન્ગ બિજલી કી તાર પર પણ ડાન્સ કરશે. આ રીતે ઉર્વશી રૌતેલાએ નવા વર્ષની શરૂઆતમાં જ એક મોટો ધમાકો કર્યો છે.,

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

15 વર્ષની ઉંમરમાં જ મોડેલિંગની શરૂઆત કરનારી આ અભિનેત્રી મિસ યુનિવર્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે. હવે ઉર્વશી રૌતેલા થિરુટુ પાયાલેની રીમેકમાં કામ કરી રહી છે, આ ફિલ્મનું ડિરેક્શન સુશી ગણેશને કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

તેને સની દેઓલની ફિલ્મ સિંહ સાબ ધ ગ્રેટથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. એ પછી તે ગ્રેટ ગ્રાન્ડ મસ્તીમાં પણ જોવા મળી હતી અને ફિલ્મ હેટ સ્ટોરી 4થી ઘણી ચર્ચાઓમાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.