એક તરફના પ્રેમને કારણે ડૂબ્યુ આ અભિનેત્રીનું ફિલ્મી કરિયર, તેના કારણે અભિનેત્રીએ ઉઠાવ્યુ હતું મોટુ પગલુ

બોલીવુડનો આ કલાકાર ઊર્મિલાને દિવસ રાત કરતો હતો અનહદ પ્રેમ, જેના લીધે….

બાળપણથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પોતાના અભિનય અને ખૂબસુરતીના દમ પર દીવાની બનાવનાર અભિનેત્રી ઉર્મિલા માંતોડકર 47 વર્ષની થઇ ચૂકી છે. તેમનો જન્મ મુંબઇમાં થયો હતો. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉર્મલા એક જાણિતુ નામ છે. તેમણે ઘણા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યુ છે. તેમજ તેમણે ઘણી સુપરફિટ ફિલ્મો પણ આપી છે. આજે પણ તેમના ઘણા ચાહકો છે.

ઉર્મિલા માંતોડકર તેમની ખૂબસુરતી અને અભિનયને કારણે મશહૂર હતી. તે તેમની લવ લાઇફને પણ લઇને લોકોનું ખૂબ ધ્યાન ખેંચતા હતા.બોલિવુડમાં ઘણી અભિનેત્રીઓ તેમના અસફળ થવા પર ફિલ્મી દુનિયાને અલવિદા કહી દે છે. પરંતુ ઉર્મિલા માંતોડકરે આ અભિનેત્રીઓથી થોડી અલગ છે.

બોલિવુડ અભિનેત્રી ઉર્મિલા માંતોડકરે પોતાની અદાકારીથી કરોડો લોકોના દિલ પર રાજ કર્યુ છે. ઉર્મિલાએ 90ના દાયકામાં લગભગ બધા જ મોટા નિર્માતા-નિર્દેશક સાથે અને અભિનેતા સાથે કામ કર્યુ છે. પરંતુ તેમને રામગોપાલ વર્માની ફિલ્મ “રંગીલા”માં અભિનય માટે આજે પણ લોકો યાદ કરે છે.

આ વાત જાણીને કદાચ તમને હેરાની થશે કે તેમની ખૂબસુરતીના આગળ ફિલ્મ નિર્દેશક રામગોપાલ વર્મા તેમનું દિલ હારી બેઠા હતા.

રામગોપાલ વર્મા ઉર્મિલાની સુંદરતાના એ હદ સુધી દીવાના હતા કે તેમની દરેક ફિલ્મમાં ઉર્મિલા જ નજર આવતી હતી. રામગોપાલ વર્માની ઓફિસનાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 15 રૂમ છે, જેમાં એડીટીંગ, પોસ્ટ પ્રોડક્શન, સાઉન્ડ ડિપાર્ટમેન્ટ વગેરેના કામ કરવામાં આવે છે. તેમણે આમાંથી એક રૂમનું નામ “ઉર્મિલા માંતોડકર” રાખી દીધું હતું. તેની અસર ઉર્મિલા પર પણ જોવા મળી હતી.

રામગોપાલ વર્માની ફિલ્મમાં કામ કરતી હોવાના કારણે તે અન્ય ડાયરેક્ટર્સને ફિલ્મમાં કામ કરવાથી મનાઈ કરી દેતી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રામગોપાલ વર્માની ઘણા લોકો સાથે સંબંધો સારા ન હતા. એજ કારણે ઘણા ડાયરેક્ટરોએ ઉર્મિલાને ફિલ્મોમાં લેવાનુ જ બંધ કરી દીધું.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, રામગોપાલ વર્માને ઉર્મિલાની સામે કોઇ બીજુ દેખાતુ જ ન હતુ. આ જ કારણ હતુ કે, તેમણે એકવાર ફિલ્મમાં ઉર્મિલાને કારણે માધુરી દિક્ષિતને હટાવી દીધી હતી. જયારે આ વાત ઉર્મિલા સુધી પહોંચી તેને ઘણુ ખોટુ લાગ્યુ અને તેણે રામગોપાલ વર્મા સાથે બધા જ સંબંધ તોડી દીધા. એવું કહેવામાં આવે છે કે, આ કારણે તેમનુ પ્રપોઝલ પણ તેને ઠુકરાવી દીધુ અને તેમની સાથે કામ કરવાની પણ હંમેશા માટે ના કહી દીધી.

બોલિવુડને અલવિદા કહ્યા બાદ ઉર્મિલાએ વર્ષ 2016માં તેનાથી ઉંમરમાં લગભગ 9-10 વર્ષ નાના કશ્મીરી બિઝનેસમેન મોહસીન અખ્તર મીરની સાથે લગ્ન કરી લીધા. ઉર્મિલાનાં પતિ મોહસીન જોયા અખ્તરનાં ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ “લક બાય ચાન્સ” માં જોવા મળેલ છે.

મોહસીન કાશ્મીરનાં વેપારી કુટુંબ સાથે જોડાયેલા છે. તે સૌરભ સેનગુપ્તાની ફિલ્મ “ઈટ્સ મૈન્સ વર્લ્ડ” માં મુખ્ય ભુમિકા નિભાવી ચુક્યા છે. મોહસીન “ચક દે ઇન્ડિયા” અને “બી.એ. પાસ” જેવી ફિલ્મોમાં પણ દેખાઇ ચૂક્યા છે. મોહસિન “મુંબઈ મસ્ત કલંદર” ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી ચુક્યા છે.

ઉર્મિલાની વાત કરીએ તો તે, બોલિવૂડથી દૂર છે. છેલ્લે તે 2018માં આવેલી ફિલ્મ “બ્લેકમેલ” માં આઈટમ ડાન્સ કરતી જોવા મળી હતી. ઉર્મિલાએ “ડકૈત”, “ચમત્કાર”, “બડે ઘર કી બેટી”, “દ્રોહી”, “જુદાઈ”, “દૌડ”, “સત્યા”, “કાનૂન”, “મસ્ત”, “જંગલી”, “તહજીબ”, “એક હસીના થી”, “સ્પીડ” જેવી ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

તમને જણાવી દઇએ કે, ઉર્મિલાએ બાળ કલાકાર તરીકે તેના કરિયરની શરૂઆત કરી હતી. ઘણા ઓછા લોકો જાણે છે કે, ઉર્મિલાએ 1980માં શ્રીરામ લાગૂની મરાઠી ફિલ્મ “જાકોલ”થી અભિનયની શરૂઆત કરી હતી. તે સમયે તેઓ 6 વર્ષના હતા. તેના 3 વર્ષ બાદ એટલે કે 1983માં ફિલ્મ “માસૂમ”માં તેઓ જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં ઉર્મિલાના અભિનયની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

વર્ષ 1989માં ઉર્મિલાએ લીડ અભિનેત્રી તરીકે કમલ હાસન સાથે મલયાલમ ફિલ્મ “ચાણક્યન”માં કામ કર્યુ હતું. તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી હતી. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણુ નામ કમાવ્યા બાદ તે સની દેઓલ સાથે ફિલ્મ “નરસિમ્હા” અને શાહરૂખ ખાન સાથે “ચમત્કાર”માં જોવા મળી હતી. જોતજોતામાં જ તેનું નામ બોલિવુડની ટોપ અભિનેત્રીઓમાં સામલે થઇ ગયું.

Shah Jina