ઉર્ફી જાવેદ પાણીમાં ધોઇ ખાઇ ગઇ કુરકુરે, લોકોએ જતાવી આપત્તિ અને પછી…
Urfi Washing Kurkure Viral Video: જ્યારે પણ ઉર્ફી જાવેદ પોતાના ડિઝાઈન કરેલા કપડાં પહેરીને બહાર નીકળે છે, ત્યારે લોકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક થઈ જાય છે. અભિનેત્રી તેની અનોખી ફેશન સેન્સ માટે લોકપ્રિય છે. ઉર્ફીની સોશિયલ મીડિયા પર પણ સારી એવી ફેન ફોલોઈંગ છે. તે અવાર નવાર તેના ડ્રેસને લઈને ચર્ચામાં રહે છે.
પેકેટ ફૂડ ખાવાની અનોખી રીત
ઉર્ફી જાવેદ તેના સ્પષ્ટવક્તા અને બોલ્ડ વિચારો માટે જાણીતી છે. ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં અભિનેત્રી ચાહકોને પેકેટ ફૂડ ખાવાની અનોખી રીત શીખવી છે. આ વીડિયોમાં અભિનેત્રી કુરકુરે ખાતી જોવા મળી રહી છે. જેને તેણે એકદમ અલગ રીતે ખાઈને લોકોને ચોંકાવી દીધા હતા.
ઉર્ફીએ ધોયા પછી ખાધા કુરકુરે
અભિનેત્રીએ આ વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું હતુ- હું આ વિશ્વાસ સાથે કહી શકું છું કે નાસ્તો ખાવાની આનાથી સારી બીજી કોઈ રીત હોઈ શકે નહીં. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે ઉર્ફી રસોડામાં ઉભી છે. તેના હાથમાં કુરકુરેનું પેકેટ છે, જે તે સ્ટેનરમાં વાખે છે અને નળના પાણીથી ધોવાનું શરૂ કરે છે. પછી તે ધોયેલા કુરકુરેમાંથી એક ઉપાડે છે અને ખાય છે.
હું નાનપણથી આવું કરુ છું
અભિનેત્રીને એમ કહેતી સાંભળી શકાય છે કે- હું નાનપણથી આવું કરુ છું, હું આવું જ ખાઉં છું. હું માનું છું કે કુરકુરે ખાવાની આ શ્રેષ્ઠ રીત છે. તેને ધોવાથી વધારાનો મસાલો નીકળી જાય છે અને થોડા નરમ પણ થઇ જાય છે. આમ કરવાથી મસાલો પણ હાથ પર નથી ચોંટતો.
યુઝર્સે કરી સ્નેક્સમાંથી ડ્રેસ બનાવવાની માંગ
વાયરલ વીડિયો જોઈને એક્ટ્રેસના ફેન્સ બેચેન થઈ ગયા છે. સાથે જ યુઝર્સ તેના પર વિવિધ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું – ઉર્ફીએ કંઈ અલગ ન કરવું જોઈએ, શું એવું થઈ શકે? બીજાએ કહ્યું – જ્યારે તમે લોકો કંઈ જાણતા ન હોવ ત્યારે શીખો, હવે તેમની પાસેથી શીખો કે ચિપ્સ કેવી રીતે ખાવી. અન્ય યુઝરે કમેન્ટ કરી- કુરકુરેનો ડ્રેસ બનાવો.