મનોરંજન મૂવી રીવ્યુ

રૂંવાડા ઊભા કરી દે તેવું છે ટ્રેલર પણ ફિલ્મ જોવા જેવી છે કે નહિ? વાંચો સર્જિકલ સ્ટ્રાઈકની સત્ય ઘટના પર આધારિત ઉરી નું ફિલ્મ રીવ્યુ

ભારતીય સેનાએ જે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી તેના પર આધારિત છે આ ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક. આ ફિલ્મ એવા દર્શકો માટે છે, જે દેશ માટે દિલથી વિચારતા હોય. આ ફિલ્મમાં ભારતીય સેનાની વીરતાને દર્શાવવામાં આવી છે.

સર્જિકલ સ્ટ્રાઈકની આખી ઘટના વિશે દરેક ભારતીયના મનમાં કૌતુક હતું કે કઈ રીતે જવાનોએ આ આખી ઘટનાને અંજામ આપ્યો હશે જેના કારણે લોકો આ ફિલ્મ જોવા પણ ગયા અને જોવાનો અનુભવ સારો રહ્યો. જોકે આ આખા અનુભવને શબ્દોમાં વર્ણવવો થોડો અઘરો પણ છે. પરંતુ ચોક્કસથી જ ભારતીય સેનાએ માટે આ જેટલું ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે એટલું સહેલું તો ન જ હતું.

ફિલ્મમાં થ્રિલના અભાવે આટલી મોટી ઘટનાનો રોમાન્ચ ઘણો ઓછો દર્શાવવામાં આવ્યો છે. પરંતુ ફિલ્મમાં હથિયારો છે, ગોળીયો છે જેના કારણે નિર્દેશક દર્શકોને અંત સુધી ફિલ્મ સાથે બાંધી રાખે છે. બાકી અભિનયની વાત કરીયે તો વિકી કૌશલનો અભિનય હંમેશા જોરદાર જ હોય છે. આ ફિલ્મમાં પરેશ રાવલનો અભિનય પણ વખાણવા લાયક છે. યામી ગૌતમના પાત્ર પાસેથી વધુ કરાવવાનો સ્કોપ ન હતો તેમ છતાં જેટલો પણ રોલ મળ્યો છે તેને યામીએ બખૂબી નિભાવ્યો છે.

દેશભક્તિથી ભરપૂર આ ફિલ્મ જોતી વખતે જો તમને થિયેટરમાં સીટીઓ સંભળાય તો હેરાન થવાની જરૂર નથી કારણકે આ ફિલ્મનો વિષય જ એવો છે.

જુઓ ટ્રેલર:

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..