સાડીમાં ખૂબ જ ગ્લેમરસ લાગી ઉર્ફી જાવેદ, ચાહકોએ કહ્યુ- કોઇ આટલું હસીન કેવી રીતે લાગી શકે ?

પર્પલ સાડીમાં ઉર્ફી જાવેદે લૂંટી લીધી મહેફિલ, ડીપનેક બ્લાઉઝ સાથે આવી રીતે કેરી કરી સાડી…વીડિયોએ મચાવી સનસની- જુઓ નીચે

ટીવી એક્ટ્રેસ અને બિગહોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ તેની ડ્રેસિંસ સેંસ માટે ઘણી પોપ્યુલર છે. ઉર્ફી જ્યાં પણ જાય છે ત્યાં તે તેના યુનિક ડ્રેસથી લોકોનું ધ્યાન ખેંચવામાં કામયાબ રહે છે. ઉર્ફી થોડા સમય પહેલા જ લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરતી જોવા મળી હતી.

આ દરમિયાન ઉર્ફી જાવેદે સાડી પહેરી હતી અને આ સાથે ડીપનેક બ્લાઉઝ પહેર્યો હતો. ઉર્ફી જાવેદ ફરી એકવાર તેના આઉટફિટથી લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી. ઉર્ફી જાવેદની સ્ટાઈલ બધા કરતા અલગ લાગી રહી હતી. ઉર્ફી જાવેદે રેમ્પ વોક દરમિયાન અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ પણ આપ્યા હતા.

તેની કિલર સ્ટાઇલે ચાહકોને ઘાયલ કરી દીધા હતા. ઉર્ફી જાવેદની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ ગઇ. ચાહકોએ આ તસવીરો પર ખૂબ પ્રેમ વરસાવ્યો અને કમેન્ટ કરી તેના વખાણ પણ કર્યા. જો કે, રસપ્રદ વાત તો એ હતી કે ટ્રોલર્સને પણ ઉર્ફી જાવેદના વખાણ કરવાની ફરજ પડી હતી.

ઉર્ફી જાવેદ તેના અભિનય કરતાં તેના ડ્રેસિંગ સેન્સ માટે વધુ ચર્ચામાં છે. ઉર્ફી અવારનવાર તેના ડ્રેસ સાથે નવા પ્રયોગો કરતી રહે છે. જો કે, તે તેની બોલ્ડ ડ્રેસિંગ સેન્સ માટે ટ્રોલ પણ થાય છે. પરંતુ તે આનાથી પરેશાન નથી. ઉર્ફી જાવેદ ટીવી સિરિયલોમાં કામ કરવા ઉપરાંત રિયાલિટી શોમાં પણ ભાગ લઈ ચૂકી છે.

બિગ બોસ ઓટીટી 1 પછી ઉર્ફી જાવેદ ખૂબ જ ચર્ચામાં છે. ફેશન સેન્સેશન ઉર્ફી જાવેદનું કરિયર આ દિવસોમાં ચરમસીમા પર છે. ઉર્ફીએ પોતાની ફેશનના બળ પર મેળવેલી સફળતા સાથે એક અલગ માપદંડ સ્થાપિત કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Maharashtra (@maharashtramirrornews)

પર્પલ સાડીમાં ઉર્ફી જાવેદે લેક્મે ફેશન વીક 2024ના ત્રીજા દિવસે રેમ્પ વોક કર્યું હતું. આ સાડીમાં ઉર્ફી એકદમ ગ્લેમરસ લાગી રહી હતી. ઉર્ફીએ આ સાડી સાથે તેના ગળામાં મોતીની માળા પહેરી હતી અને વાળને બનમાં બાંધ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Filmymantra Media (@filmymantramedia)

Shah Jina