મનોરંજન

બ્રા ફ્લોન્ટ કરી ફેમસ થઇ જનાર અભિનેત્રીએ શાહરૂખ ખાનને ટ્રોલ કરતા લોકોને આપ્યો કરારો જવાબ

આર્યન જેલમાં છે તો આ અભિનેત્રીને કેમ પેટમાં દુઃખી રહ્યું છે? ઉર્ફી જાવેદ બોલી- શાહરૂખ ખાનને દીકરા માટે ટ્રોલ કરનારા સામે હશે તો

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન આ સમયે ઘણા મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન જેલમાં છે. કિંગ ખાનના આ મુશ્કેલી ભર્યા સમયમાં ઇન્ડસ્ટ્રીના લોકો તેમના સપોર્ટમાં આવ્યા છે તો બીજી બાજુ એવા લોકો છે જે શાહરૂખ ખાનની પરવરિશ અને દીકરાને લઇને નેગેટિવ કમેન્ટ કરી રહ્યા છે.

હવે આ બધા વચ્ચે બિગબોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદે ટ્રોલર્સને કરારો જવાબ આપ્યો છે. ઉર્ફીનું કહેવુ છે કે, આજે જે લોકો શાહરૂખ અને તેમના દીકરા વિશે ઘણુ બોલી રહ્યા છે તે કાલે તેમની સાથે સેલ્ફી લેવા માટે દોડશે. ઉર્ફી એક વેબસાઇટને આપેલ ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યુ કે, જે લોકો મને પસંદ પણ કરતા નથી, જયારે તે સામે હોય તે મને ખબર છે કે તેઓ સામેથી ગાળો નહિ આપે. તે સેલ્ફી કે ઓટોગ્રાફની માંગ કરશે.

જેમ શાહરૂખ ખાનને લોકો ટ્રોલ કરી રહ્યા છે જો તે સામે આવી જાય તો તે લોકો સેલ્ફી માટે દોડશે. અત્યારે લોકો બોલી રહ્યા છે કે તારો દીકરો આમ, આ લોકો સેલ્ફી માટે ઊભા રહેશે, લોકોમાં સામે કંઇ પણ કહેવાની હિંમત નથી. આવી રીતે જો હું લોકોની પરવાહ કરતી તો ત્યાં કેવી રીતે પહોંચતી જયાં આજે છું.

જણાવી દઇએ કે, ઉર્ફી જાવેદ હાલમાં જ બિગબોસ ઓટીટીમાં નજરઆ વી હતી. તેની જર્ની લાંબી તો ન રહી પરંતુ તે બિગબોસ હાઉસમાંથી બહાર આવ્યા બાદ ખૂબ જ ચર્ચામાં છવાયેલી રહે છે. ઉર્ફી તેના લુક અને તેના આઉટફિટને કારણે ચર્ચામાં રહે છે. તેને ઘણીવાર તેના કપડાને કારણે ટ્રોલ પણ કરવામાં આવતી હોય છે.

ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન ફોલોઅર્સ છે. તે તેની ગ્લેમરસ તસવીરો સાથે સાથે રીલ્સ અને વીડિયો પણ શેર કરે છે. પોતાની બોલ્ડ ઇમેજ માટે મશહૂર ઉર્ફી જાવેદ આ સિઝનની સૌથી હોટ કંટેસ્ટેંટ હતી. ઉર્ફીએ તેના કરિયરની શરૂઆત વર્ષ 2016માં ધારાવાહિક “બડે ભૈયા કી દુલ્હનિયા”થી કરી હતી.

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદની ઉમર ફક્ત 24 વર્ષ છે અને ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ ધરાવે છે. તેને ‘મેરી દુર્ગા’ની આરતી,’ બડે ભૈયા કી દુલ્હનિયા’માં અવની, ‘બેપનાહ’માં બેલા અને’ પંચ બીટ સીઝન 2’માં મીરાનું પાત્ર ભજવીને વધુ ઓળખ મેળવી હતી.