મુંબઈની એક આલીશાન હોટેલમાં ઉર્ફી બિકિની સાથે એવું પહેર્યું કે યુઝર્સ બોલ્યા- બેશરમ
ઉર્ફી જાવેદની વાત કરવામાં આવે તો તે લોકોના વિચારથી આગળ વધીને કપડાં પહેરવામાં જરા પણ અચકાતી નથી. આ વખતે પણ જ્યારે ઉર્ફી જાવેદ પેપરાજીના કેમેરામાં કેદ થઇ તો તેનો ડ્રેસ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. સામે આવેલા વીડિયોમાં ઉર્ફી બિકી સાથે ટ્રાન્સપરન્ટ પેન્ટ પહેરીને હોટલ પહોંચી હતી. આ લેટેસ્ટ વીડિયોમાં ઉર્ફી જાવેદ પિંક બિકી પહેરેલી જોવા મળી રહી છે.
View this post on Instagram
ખાસ વાત એ છે કે આ કપડાં પહેરીને ઉર્ફી મુંબઈની એક આલીશાન હોટેલમાં પણ ગઈ હતી. જ્યાં જેણે પણ ઉર્ફીને જોઇ તે તેને જોતા જ રહી ગયા.ઉર્ફી જાવેદે તેના લુકને અલગ પાડવા માટે પારદર્શક પેન્ટ પહેર્યું છે. આ સાથે તેના લુકને કમ્પ્લીટ કરવા માટે હાઈ હીલ્સ, ઈયરિંગ્સ અને વાળ ખુલ્લા રાખ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકશો કે જેવી જ ઉર્ફી હોટલમાં એન્ટર થઈ, આસપાસના લોકો તેને જોવા લાગ્યા.
View this post on Instagram
જોકે, ઉર્ફીએ પોતાની ધૂન ચાલુ રાખી અને લિફ્ટમાં જતી રહી. આ પછી તે તરત જ બહાર આવી અને પેપરાજીની સામે પોઝ આપવા લાગી. ઉર્ફીના આ ડ્રેસને જોઈને યૂઝર્સે પણ ઘણી કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યું, ‘શું હોટલમાં આ પ્રકારના કપડા પહેરવાની છૂટ છે?’એક યુઝરે કહ્યું, ‘મોન્સૂન એલર્ટ.’ તો બીજા યુઝરે લખ્યું, ‘કૃપા કરીને કોઈ આને રોકો.’ એકે કહ્યું, ‘રેઈનકોટ પહેરીને ચાલી નીકળી.
View this post on Instagram
એકે લખ્યુ, ‘હું પાગલ થઈ ગયો છું.’આ પહેલા ઉર્ફીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં ઉર્ફી કેમેરાની સામે માત્ર સફેદ કલરનો શર્ટ પહેરેલી જોવા મળી હતી.ખાસ વાત એ છે કે ઉર્ફી જાવેદે આ સફેદ રંગના શર્ટના આગળના ભાગમાંથી બટનો ખોલ્યા હતા. જેમાં તેની ક્લીવેજ સ્પષ્ટ દેખાતી હતી. તેણે તેના લુકને સ્ટાઇલિશ બનાવવા માટે ગળામાં હેવી ચોકર કેરી કર્યુ હતુ. આ સાથે વાળમાં બન બનાવ્યો હતો.