ઉર્ફી જાવેદનો હોટ અંદાજ જોઇ મચલી જશે તમારુ દિલ, વાયરલ વીડિયો જોઇ તડપી ઉઠ્યા ચાહકો

“બિગબોસ ઓટીટી”થી પોતાની ઓળખ બનાવનાર ઉર્ફી જાવેદ તેના અતરંગી કપડા અને બેબાક જવાબોને કારણે જાણિતી છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર તેના અજીબો ગરીબ ડ્રેસના કારણે ટ્રોલ થતી રહે છે. પરંતુ ટ્રોલની તેના પર કોઇ અસર થતી નથી. ઉર્ફી જાવેદ રોજરોજ સોશિયલ મીડિયા પર કંઇકના કંઇક એવું કરતી રહે છે જેના કારણે તે ચર્ચામાં આવી જાય છે. હંમેશા પોતાના ડ્રેસમાં એક્સપરીમેન્ટ માટે ઓળખાતી ઉર્ફી જાવેદે આ વખતે પણ કંઇ નવું ટ્રાય કરવાની કોશિશ કરી છે. એક શર્ટ પહેરીને ઉર્ફીએ જે લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે, તે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વખતે ઉર્ફીએ એક શર્ટને ઊંધો પહેર્યો છે અને તેનું એક જ બટન બંધ કર્યુ છે. આ શર્ટને તેણે ઊંધો પહેરી અને બેકલે ડ્રેસ બનાવી દીધો હતો.

આ વીડિયોમાં શર્ટને બેકલે ડ્રેસ સ્ટાઇલમાં પહેરી ઉર્ફીએ વાળમાં એક ફૂલ પણ લગાવ્યુ છે. વીડિયોમાં તે તેના ખુલ્લા વાળમાં એક મોટુ ફૂલ લગાવવાની કોશિશ કરે છે પરંતુ જયારે ફૂલ તેના વાળમાં લાગતુ નથી તે ત્યારે તે હસવા લાગી જાય છે. આનો આ અંદાજ ચાહકોને તો પસંદ આવી રહ્યો છે પરંતુ કેટલાક યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.

એક તરફ તેના ફેન્સ કે વિરોધીઓ તેને તેની ડ્રેસિંગ સેન્સ માટે ટ્રોલ કરે છે તો બીજી તરફ ઉર્ફી જાવેદનો ગ્લેમરસ ફોટો જોઈને પોતાને રોકી શકતી નથી. ચાહકોના દિલને વ્યથિત કરતો એક એવો જ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં તેણે બેકલેસ ડ્રેસ જેવો શર્ટ પહેર્યો છે.

આ વીડિયો શૂટમાં ઉર્ફી પીળા રંગનો શર્ટ ઊંધો પહેરેલી જોવા મળે છે, જેમાં તેણે માત્ર એક જ બટન પીઠ તરફ રાખ્યું છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2.78 લાખ લોકોએ જોયો છે અને તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઇએ કે, છેલ્લા દિવસોમાં ઉર્ફીના કેટલાક વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેને સોશિયલ મીડિયા ફેન પેજ પર શેર કરવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Splendid PR (@splendid_pr)

એક વીડિયોમાં ઉર્ફી કહે છે કે જે લોકો પણ મને કહે છે કે હું ઇસ્લામ પર ધબ્બો છું તેમને મારા વિરૂદ્ધ ફતવો જારી કરી દેવો જોઇએ, મારા કપડા આમ…મારા કપડા તેમ… શું તમે જાણો છો કે કુરાનમાં કયાંય પણ લખ્યુ નથી કે મહિલાઓને જબરદસ્તી પડદો કરાવો, હા એમ જરૂર લખ્યુ છે કે એક મહિલાને પડદો કરવો જોઇએ. આવું નથી લખ્યુ કે જો કોઇ મહિલા પડદો ના કરે તો તેના પર ગાળો વરસાવવાનું શરૂ કરી દો. તેને એટલી હદ સુધી શર્મિંદા કરો કે તે પોતે જ પડદામાં આવી જાય. એ જરૂર લખ્યુ છે કરે પુરુષોને પડદો કરવો જરૂરી છે. એક પુરુષ લગ્ન પહેલા મહિલાઓને તે નજરથી જોઇ જ ન શકે.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

Shah Jina