‘બિગબોસ’ ફેમ અભિનેત્રી ઉર્ફી જાવેદે હિજાબમાં બેકલે ટોપ પહેરીને ઈન્ટરનેટ પર મચાવ્યો તહેલકો, વાયરલ થઇ તસવીરો

આ અભિનેત્રી ફરી શરમની હદ પર કરી…પાછળથી બધું ખુલ્લું હોય એવા બુરખામાં આવી નજર- જુઓ PHOTOS

‘બિગબોસ ઓટીટી’માંથી નામના મેળવનાર ઉર્ફી જાવેદ આ દિવસોમાં તેના હોટ અને યુનિક લુકને લઈને ચર્ચામાં છે. આજકાલ જ્યારે પણ ઉર્ફી એરપોર્ટ પર જાય છે ત્યારે તેનો સામનો પેપરજીઓ સાથે થાય છે ત્યારે અભિનેત્રી તેના ડ્રેસ ફ્લોન્ટ કરતી હોય છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જતી હોય છે. છેલ્લી વખત ઉર્ફી ઝિપ અને પેન્ટના બટન ખોલીને ફરવા માટે નીકળી ગઈ હતી. ઉર્ફીએ આ વખતે પણ કંઈક ધમાકેદાર કર્યું હતું.

ઉર્ફી જાવેદ ફરી એકવાર પોતાના બોલ્ડ અવતારથી લોકોને ક્લીન બોલ્ડ કરતી જોવા મળી હતી. મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં પેપરાજીના કેમેરામાં કેદ થયેલી અભિનેત્રીએ આ વખતે શિમરી સ્કર્ટ ટોપ સેટ પહેર્યો હતો. આમાં તે તેના ટોન્ડ પગની સાથે ફૂલ બેક ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ હોટ અવતારથી ત્યાં હાજર લોકો માટે તેમની નજર હટાવવી મુશ્કેલ બની હતી એટલું જ નહીં પરંતુ તસવીરો જોયા પછી તમે પણ આ ગ્લેમરસ લૂકથી તમારું ધ્યાન હટાવી શકશો નહિ.

આ હોટ બલાએ આ વખતે તેના માટે સ્કર્ટ ટોપ સેટ પસંદ કર્યું હતું. તેમાં સ્કર્ટ ટૂંકી લંબાઈનો હતો જેને ટ્રમ્પેટ ડિઝાઇન આપવામાં આવી હતી. આ પ્રકારના સ્કર્ટમાં હિપ લાઇન પર ફિટિંગ ટાઈટ રાખી હતી અને નીચે પ્લીટ્સ જોડવામાં આવેલું છે.

ઉર્ફીનો લુક આ વખતે એકદમ અલગ હતો. એક તરફ તેણે હિજાબ પહેર્યો હતો બીજી તરફ ઉર્ફીએ સંપૂર્ણપણે બેકલે ડ્રેસ પહેર્યો હતો. આ ગોલ્ડન કલરનાં ડ્રેસમાં ઉર્ફીનો લુકને પસંદ કરવા વાળા ઓછા છે અને ટ્રોલ કરવા વાળા વધુ હતા. ઉર્ફી ‘બિગબોસ’માંથી બહાર થઈ ત્યારથી જ પોતાની બોલ્ડનેસથી તબાહી મચાવી રહી છે.

ઉર્ફીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. જોકે આ લુકને કારણે યુઝર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. તેની તસવીર પર યુઝરે લખ્યું કે, તેને સારો દરજી અપાવો. તો બીજા યુઝરે તેને ધર્મનો પાઠ શીખવ્યો કે તમે હિજાબ પહેરીને આ રીતે તમારા ભાગને કેવી રીતે પ્રદર્શિત કરી શકો. અન્ય એક યુઝરે તેને બેશરમ કહી દીધું.

પગને લાંબો લુક આપવા અને લુકને સ્ટાઈલિશ કોશન્ટને વધારવા માટે ઉર્ફી જાવેદે બ્રાઉન કલરના હીલ્સ પહેર્યા હતા. આ ટોપમાં બિશપ સ્લીવ્ઝ આપવામાં આવ્યું હતું, જ્યારે માથા પર ડિઝાઇન હતી. તે તેને એક યુનિક લુક આપી રહ્યો હતો. આખો અવતાર ભલે ગ્લેમરસ હતો પણ લુકની હાઈલાઈટ તો બેકલે ડિઝાઇન જ રહી હતી જેના પરથી નજર હટાવી મુશ્કેલ હતી.

Patel Meet