ચેતન ભગતે કહ્યુ, લોકો બેડમાં ઘુસી ઉર્ફીની ફોટો જોઇ રહ્યા છે, ઉર્ફીએ ગુસ્સામાં કહ્યું જ્યારે તમે તમારાથી અડધી ઉંમરની છોકરીને…

બિગબોસ ઓટીટીથી સોશિયલ મીડિયા સેન્સેશન બની ચૂકેલી ઉર્ફી જાવેદ અવાર નવાર સમાચારોમાં રહે છે. તેના વીડિયો પણ અવાર નવાર વાયરલ થતા રહે છે.તેના કપડાં અને ફેશન સેન્સ પર કમેન્ટ કરનાર સેલિબ્રિટીઓની કોઈ કમી નથી. હાલમાં જ ચેતન ભગતે એક કાર્યક્રમમાં ઉર્ફી જાવેદ વિશે કમેન્ટ કરી હતી અને હવે ઉર્ફીએ તેમને કરારો જવાબ આપ્યો છે. ચેતન ભગતે કહ્યું હતું કે આજનું યુવાધન સોશિયલ મીડિયાના જાળમાં ફસાઈ રહ્યું છે અને આખો દિવસ રીલ જુએ છે.

તેનાથી યુવાનો પણ નબળા પડી ગયા છે. તે ગુપ્ત રીતે ઉર્ફીની પોસ્ટ જોતા રહે છે. ચેતન ભગતની કમેન્ટ પર ઉર્ફી જાવેદે તીખી પ્રતિક્રિયા આપી છે. ઉર્ફીએ ચેતન ભગત પર રેપ કલ્ચરને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો. ચેતન ભગતની કથિત વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ પણ તેણે શેર કર્યા છે. તેણે ચેતન ભગત પરના Me Tooના આરોપોનો પણ ઉલ્લેખ કર્યો છે. ઉર્ફીએ કહ્યું કે તે સમજી શકતી નથી કે ચેતન ભગત જ્યારે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા હતા ત્યારે તે શું વિચારી રહ્યા હતા.

ઉર્ફીએ વધુમાં કહ્યું કે સાહિત્યિક કાર્યક્રમમાં તેના વિશે બોલવું ન જોઈએ. ઉર્ફીએ તેની એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ચેતન ભગત પર નિશાન સાધ્યું. પોતાની સ્ટોરીમાં તેણે લખ્યું કે, “જ્યારે તમે તમારાથી અડધી ઉંમરની છોકરીને ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર મેસેજ કરી રહ્યા હતા, ત્યારે પણ એ છોકરીઓના કપડાએ તમને ભટકાવ્યા હતા ? એવા પુરુષો છે જેઓ પોતાની ખામીઓને સ્વીકારવાને બદલે મહિલાઓને દોષી ઠેરવે છે.

તમે બિનજરૂરી રીતે તમારી વાતોમાં મને લાવ્યા. મારા કપડાં વિશે કહ્યું કે યુથ ભટકી જાય છે. ઉર્ફી જાવેદે આગળ લખ્યું, “તમે બીમાર મનવાળા લોકો રેપ કલ્ચરને પ્રોત્સાહન આપવાનું બંધ કરો. ચેતન ભગતે કહ્યું હતું કે યુવાનો ઉર્ફી જાવેદનો ફોટો પસંદ કરી રહ્યા છે. તેણે કહ્યું કે તે ઉર્ફીના ડ્રેસ વિશે જાણે છે. ઉર્ફીનો વાંક નથી. તે પોતાની કારકિર્દી બનાવી રહી છે. ચેતન ભગતે કહ્યું કે લોકો બેડમાં ઉર્ફીનો ફોટો જોઈ રહ્યા છે. આજે તેઓ પણ ઉર્ફીની તસવીર જોઈને આવ્યા છે. ચેતન ભગતે કહ્યું કે આજે ઉર્ફીએ બે ફોન પહેર્યા છે.

Shah Jina