કેમેરામાં કેદ થયો ઉર્ફી જાવેદનો હોંશ ઉડાવી દેનારો લુક, લોકો બોલ્યા- આઇસ્ક્રીમનો કોન….

ઉર્ફી જાવેદનો અતરંગી અંદાજ જોઇ ચીતરી ચડશે, હવે બોલ્ડનેસના નામ પર પહેરી એવી બ્રા કે…

અભિનેત્રી-મોડલ અને ઇન્ટરનેટ સેંસેશન ઉર્ફી જાવેદને પોતાના આઉટફિટ્સ સાથે એક્સપરિમેન્ટ કરવાનું ઘણુ પસંદ છે. પોતાની અતરંગી ફેશન સેંસથી હંમેશા ચર્ચામાં રહેનારી ઉર્ફી જાવેદે એકવાર ફરી પોતાની સ્ટાઇલથી બધાને ચોંકાવી દીધા છે. હાલમાં જ ઉર્ફી જાવેદની અસામાન્ય શૈલી ફરી એકવાર જોવા મળી. ઉર્ફી જ્યારે મુંબઈની એક હોટલની બહાર જોવા મળી ત્યારે તેણે કંઈક એવું પહેર્યું કે તેનો લુક જોઈને બધાના હોંશ ઉડી ગયા.

 

View this post on Instagram

 

A post shared by Cinemodiction (@cinemodiction)

ઉર્ફી અહીં કોન સ્ટાઇલ બ્રાલેટમાં જોવા મળી હતી અને આ સાથે તેણે વેલ્વેટનું ધોતી સ્કર્ટ પહેર્યું હતુ. ઉર્ફીની સ્ટાઈલ ભલે અસામાન્ય હોય, પરંતુ તે આ લુકમાં પણ ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી હતી. ઉર્ફીએ મેકઅપ સાથે તેના લુકને કંપલીટ કર્યો હતો. આ સાથે તેણે તેના વાળ બાંધી રાખ્યા હતા અને કાનમાં હૂપ ઇયરિંગ્સ પહેરી હતી. જેણે પણ ઉર્ફીનો આ લુક જોયો તે જોતા જ રહી ગયા.

ઉર્ફીના આ ડ્રેસે ફરી એકવાર લોકોને ચોંકાવી દીધા હતા.ઉર્ફીએ આઈસ્ક્રીમ કોન શેપ્ડ બ્રાલેટ પહેરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ડ્રેસમાં ઉર્ફી આત્મવિશ્વાસ સાથે પેપરાજીને પોઝ આપતી જોવા મળી હતી. ઉર્ફી જેવી જ કારમાંથી નીચે ઉતરી કે પેપરાજીએ તેને ઘેરી લીધી અને ઉર્ફી પણ પેપરાજીને નિરાશ ન કરતા ઘણા પોઝ આપી રહી હતી. જો કે, ઉર્ફી તેના આ આઉટફિટ માટે ઘણી ટ્રોલ પણ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Tadka Bollywood (@tadka_bollywood_)

એક યુઝરે કમેન્ટ કરી, આજે આઈસ્ક્રીમ કોનમાંથી ડ્રેસ બનાવ્યો. બીજાએ લખ્યું, એવું લાગે છે કે તે ઉર્ફીનો જન્મદિવસ હતો પછી જન્મદિવસની કેપ બાકી હતી. એક યુઝરે લખ્યુ- ભાઈ મુજે મારો યાર. એકે કહ્યું, પબ્લિસિટી માટે કરે છે. તેની તરફ નજર પણ ન કરો. જણાવી દઇએ કે, ઉર્ફી ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેને મુંબઈમાં ઘર નથી મળી રહ્યું.

 

View this post on Instagram

 

A post shared by Gujju Girl (@who_jinal_shah)

ઉર્ફી કહે છે કે, મુસ્લિમ મકાન માલિકો તેને તેમના કપડાના કારણે ઘર નથી આપી રહ્યા જ્યારે હિંદુ મકાન માલિકો તેને મુસ્લિમ હોવાના કારણે ઘર નથી આપી રહ્યા. ઉર્ફીએ કહ્યું કે જો તમે અભિનેત્રી છો, સિંગલ છો, મુસ્લિમ છો તો મુંબઈમાં ઘર મેળવવું ખૂબ મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે, બિગ બોસ ઓટીટી સીઝન 1ની ભૂતપૂર્વ કંટેસ્ટેંટ પહેલીવાર 2016માં ટીવી શો ‘બડે ભૈયા કી દુલ્હનિયા’માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rayya Labib (@i.rayya.l)

તે પછી અભિનેત્રી ‘મેરી દુર્ગા’, ‘બેપનાહ’ અને ‘પંચ બીટ સીઝન 2’માં જોવા મળી હતી. ઉર્ફી જાવેદ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘કસૌટી જિંદગી કી’માં પણ જોવા મળી છે. તે છેલ્લે રિયાલિટી શો ‘Splitsvilla X4’માં જોવા મળી હતી. આ દરમિયાન તેણે ઘણી લાઇમલાઇટ મેળવી હતી.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

Shah Jina